________________
पावं पावं मुनिजनपथं कृत्यकार्येषु लीनः __ स्तावं स्तावं गुणिगुणगणं शुद्धसम्यक्त्वधारी । नावं नावं जिनवरवरं नीतपुण्यप्रकर्षः
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥३॥ મુનિજનના માર્ગને પવિત્ર કરી કરીને જેઓ મુનિજનને કરવાલાયક ક્રિયામાં નિરંતર મગ્ન રહેતા હતા, ગુણીઓના ગુણસમૂહની સ્તુતિ કરી કરીને જેઓ શુદ્ધ સમકિતધારી થયા હતા તથા ઉત્તમ જિનેશ્વરની સ્તુતિ કરી કરીને જેઓએ પુણ્ય પ્રકર્ષ પ્રાપ્ત કર્યો હતો, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૩.
दायं दायं स्वऽभयमतुलं प्राणिषु प्रीतिपुलं ___ धायं धायं सुमतिमहिलां क्लप्तकल्याणपोतः ।। भायं भायं प्रवचनवचो वीरदेवाभिमानः
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥४॥ પ્રાણીઓમાં પ્રીતિના સમૂહરૂ૫ અતુલ અને ઉત્તમ અભયદાન આપી આપીને તથા સદ્દબુદ્ધિરૂપી સ્ત્રીનું સ્તનપાન કરાવી કરાવીને જેમણે કલ્યાણ રૂપી બાળકને પુષ્ટ કર્યો હતો તથા સિદ્ધાંતના વચનને ભાવી ભાવીને (ધારી ધારીને) શ્રી મહાવીરદેવ ઉપર જે બહુમાનવાળા થયા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ अरे छे. ४. मारं मारं रतिपतिभटं त्यक्तमोहादिदोषो
धारं धारं यतिपतिपदं कृत्तकारिवर्गः । वारं वारं कुपथगमनं जैनराद्धान्तरक्तः . स्वर्गस्थोऽसौ विलसति. सुखं मद्गुरुवृद्धिचन्द्रः ॥५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com