SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૭ ) ભાવથી એક પ્રશ્નના ઉત્તરમાં અનેક બાબતે કોણ સમજાવશે? અહે! આ બધી ખામી કેરું પૂરી પાડશે ? કદિ બીજા મુનિરાજ પૂર્વોક્ત બાબતમાં મહારાજશ્રીની ખામી ન જણાય તેમ કરવા હિતબુદ્ધિથી પ્રયત્ન કરશે, પરંતુ આપણા હૃદયમાં મહારાજશ્રીના વિરહવડે પડેલે ઘા તેઓ રૂઝવી શકશે નહીં. આવા પ્રતાપી, શાંત પ્રકૃતિવાળા, એકાંત હિતેચ્છ, પોપકારમાં જ તત્પર, દોષની ક્ષમા કરવાવાળા, નિર્દોષ માર્ગે ચાલવાવાળા અને અનેક ગુણેના વાસભુવન સરખા ગુરૂમહારાજ ફરીને આપણને દર્શન દેશે નહીં. અહો કરાળ કાળ ! તારી ગતિ દુરતિક્રમ છે. તારી પાસે પ્રાણીમાત્ર નિરૂપાય છે. તેં આવા મહાપુરૂષને લઈ જઈને અમારી સાથે પૂરી દુશ્મનાઈ કરી છે, પરંતુ અમે પણ તારા હુકમને તાબે રહેનારા હેવાથી તને કાંઈ કરી શકીએ એમ નથી. હે કાળ! તને આમ કરવું ઘટિત નહોતું. આ મહાપુરૂષના આ દુનિઆ ઉપર વધારે ટકવાથી અનેક શુભ પ્રકારના લાભ હતા. અનેક જીવોને તેમના ઉપદેશવડે સંસારસમુદ્ર તો સહેલો થઈ જાય તેમ હતું. તેમના પ્રત્યક્ષ ચરિત્રને અનુસરવાથી અનેક પ્રાણું કર્મજન્ય ભારને તજી દઈને હળુકમી થાય તેમ હતું. એવા પુરૂષને લઈ જવાથી તને શું લાભ થયે? પરંતુ તે કોઈનું સારૂં જઈ શકતો ન હોય એમ જણાય છે. તું રંગમાં ભંગ કરે છે, લગ્નમાં વિન નાખે છે અને સુખમાં ઝેર ભેળવે છે! તારી ગતિ અસરળ છે, પણ એમાં તારે દેષ નથી. ફેગટ જ અમે તને ઠપકો આપીએ છીએ, અમારા કર્મનો જ તેમાં દેષ છે. અમે ભાગ્યહીન તેમાં કેઈ શું કરે? અમારા પુન્ય જ ઓછાં ત્યાં બીજાને શો વાંક? અમે જ સંસારના મોહમાં ડુબેલા ત્યાં બીજાની શી ભૂલ? ખરેખર એમાં તારે કાંઈ જ દોષ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034968
Book TitleMuniraj Vruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy