________________
( ૨ ) વરાવવાનું શરૂ કરવામાં આવ્યું. સાધુના ઠાણું ૧૨ અને સાધ્વીના ઠાણું ૧૧ એગમાં પિઠા. માહ વદિ ૪ થે ચાર સાધુ ને આઠ સાધ્વીને મુનિરાજશ્રા વૃદ્ધિચંદજીની દષ્ટિતળે વડી દીક્ષા આપવામાં આવી. ભાવનગર શહેરમાં આ ક્રિયા પહેલવહેલી જ થતી હોવાથી શ્રાવકવર્ગના દિલમાં બહુ ઉત્સાહ આવ્યો હતો, તેથી આ પ્રસંગે ખર્ચ પણ સારો કરવામાં આવ્યો.
મહારાજશ્રીએ જન્મ તો પંજાબ દેશમાં ધારણ કર્યો, પરંતુ ત્યાં તે દીક્ષા બાદ માત્ર ત્રણ વર્ષ જ રહ્યા. સંવત ૧૯૧૧ માં ગુજરાત દેશમાં આવ્યા, ત્યારપછી પાછા પંજાબમાં પધાર્યા જ નથી તેથી જાણે કાઠિયાવાડના હિતને માટે જ જન્મ ધારણ કર્યો હોય એમ જણાય છે. ગુજરાતમાં આવ્યાબાદ ૩૮ માસા ક્યો તેમાં અરધો અરધ ચોમાસા ભાવનગરમાં કર્યો છે, તેથી ગુજરાતમાં પધાર્યા તે પણું જાણે ભાવનગરના હિતને માટે જ પધાર્યો હોય એવું જણાય છે. ભાવનગરના સંઘ ઉપર ઉપકાર કરવામાં બાકી રાખી નથી. અનેક શુભ કાર્યો ખાસ ભાવનગરમાં કરાવ્યા એટલું જ નહીં પણ અનેક ગામના છણે દ્ધારની, નવા દેરાસરની, ઉપાશ્રયેાની અથવા બીજા શુભ નિમિત્તની ટીપ વિગેરેમાં પણ ભાવનગરના શ્રાવકવર્ગ પાસે પુષ્કળ દ્રવ્યને વ્યય કરાવીને વિનાશી લક્ષ્મીની સફળતા કરાવી છે. ઉપદેશામૃતવડે નિરંતર માનસિક વ્યાધિઓને નિવારતા રહ્યા છે. પોતાની દીર્ધદષ્ટિવડે ભૂલ થવા દીધી નથી, પાપકાર્યથી વિરમાવ્યા છે, એગ્ય અને આત્મસ્વરૂપ સમજાવવાનું પણ બાકીમાં રાખ્યું નથી. આવા અનેક ઉપકારનું સ્મરણ થવાથી ભાવનગરના સંઘના મનમાં એમ આવ્યું કે આપણે એવું કે પ્રઢ કાર્ય કરવું જોઈએ કે જેથી નિરંતર ઉપકાર થયા કરે અને તે કાર્યની સાથે મહારાજશ્રીનું નામ જોડી દેવું જેથી તેમના ઉપકારના પણ કાંઈક અનૃણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com