SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ( પર ) દિલગીર થયા. એમની અંત સમયની ઉજવળ પરિણતિ અને સમાધિ બહુ પ્રશંસનીય હતી. નિરંતર પાંચ-છ દ્રવ્ય જ વાપરતા. શરીરમાં વ્યાધિના સદ્દભાવને પ્રસંગે પણ તેમણે દઢતા તજી નહતી. એને દાખલે બીજાઓએ જરૂર લક્ષમાં લેવા જેવે છે. આ માસું સંપૂર્ણ થયું એવામાં ગણિજીને શરીરે રક્તવાતને વ્યાધિ ઉછળી આવ્યું. અનેક પ્રકારના પ્રયોગથી પણ તે વ્યાધિ ઉપશાંત થયે નહીં. દિવસાનદિવસ શરીર અશક્ત થતું ગયું. પગના તળીયામાં એ વ્યાધિએ વિશેષ અસર કરી જેથી ગમનક્રિયા બીલકુલ બંધ થઈ પડી. વ્યાધિનું જોર ભાગશર માસમાં એકદમ વધી ગયું. મહારાજશ્રી નિરંતર ખબર મેળવ્યા કરતા, પણ વ્યાધિ ઉપશમ્યાના ખબરને બદલે વૃદ્ધિ પામવાના ખબર સાંભળી ઉદ્વિગ્ન રહેતા હતા. પોતાની ચાલવાની શક્તિ ન હોવાથી પાલીતાણે જઈ શકે તેમ નહોતું, તેથી તેમજ પાલીતાણામાં વૈદ્ય ડાક્તરની જોગવાઈ પૂરી ન હોવાથી ગણિજીને ભાવનગર લાવવાનો વિચાર કરી ભાવનગરથી શ્રાવકે તેડવા ગયા. બીજી કઈ રીતે લાવી શકાય તેવું ન હવાથી ખ્યાનાની ગોઠવણ કરી અને બની શકે તેટલી સગવડ કરીને કલામણા ન પહોંચે તેવી રીતે ભાવનગર લઈ આવ્યા. મહારાજશ્રી તેઓ સાહેબની વૈયાવચ્ચમાં અખંડપણે તત્પર રહ્યા. અનેક પ્રકારના ઉપચાર કર્યા પણ કઈ રીતે શાંતિ ન થઈ. વ્યાધિ વધતો ગયો. બહાસમાધિ અને અંતરસમાધિ ઉપજાવવા માટે યોગ્ય ઉપચારો કરવામાં ખામી ન રાખી, પણ આયુષ્યસ્થિતિ પરિપૂર્ણ થયેલ હોવાથી બાહસમાધિ થઈ. શકી. નહીં. અંતરસમાધિ તે પોતે પણ રાખી શકે. એવા હતા, તેમાં વળી આવા પ્રબળ સહાયક મળ્યા એટલે સંપૂર્ણ સમાધિપણે સંવત ૧૯૪૫ ના માગશર વદ છઠું સર્વ મુનિમંડળની સમક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034968
Book TitleMuniraj Vruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy