________________
( ૨ ) ત્રણ વરસ ઉપરાઉપર ભાવનગરમાં રહેવાથી અનેક જીવો ઉપર અનેક પ્રકારનો ઉપગાર થયે.
સંવત ૧૯૩૬ માં શ્રી વળાના શ્રાવકનો આગ્રહ થવાથી મહારાજશ્રી વળે પધાર્યા અને સંવત ૧૯૩૬–૩૭ ના બંને ચોમાસાં વળામાં કર્યો. તે અરસામાં મહારાજશ્રીના ઉપદેશથી ત્યાંના શ્રાવક માલજીશાએ ઉજમણ મહોત્સવ કર્યો.
સંવત ૧લ્હ૮ માં વળાથી વિહાર કરવાને વિચાર કરતા હતા તેવામાં ફાગણ વદ ૦))એ ગુરૂમહારાજ શ્રી બુટેરાયજી શ્રી અમદાવાદમાં કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળ્યા. ગુરૂમહારાજને વિરહ થવાથી ચિત્તને બહુ ખેદ થયા. સાંસારિક સંબંધીઓ તમામ સ્વાથી છે અને ગુરૂમહારાજ તો એકાંત હિતના કરવાવાળા હેવાથી નિષ્કારણ બંધુ છે. સંસારસમુદ્રમાંથી હાથનું આલંબન દઈને તેમણે ઉદ્ધાર કરેલ છે. તેમના ઉપગારને જંદગીપર્યત ભક્તિ કરવાથી પણ બદલે વળી શક્તો નથી. પ્રથમ વયમાં શરીર સશક્ત હતું ત્યારે તો ગુરૂમહારાજની વૈયાવચ્ચને લાભ મેળવ્યો હતો, પરંતુ પાછળથી ગુરૂમહારાજની આજ્ઞાનુસાર અનેક ભવ્ય જીના ઉપગારનિમિત્તે વિહાર કરવાથી તેમજ શરીરશક્તિ મંદ રહેતી હોવાથી વૈયાવચ્ચને લાભ મળી શક્યો નહોતે. આ વિચાર લક્ષમાં આવવાથી મનમાં બહુ પશ્ચાત્તાપ થયે. સંસારીને પિતાની જેમ મુનિરાજને ગુરૂ શિરછત્રતુલ્ય છે. છઘસ્થપણાને યોગે કેઈ કાર્યમાં ભૂલ થતી હોય તે ગુરૂ તેનું નિવારણ કરનાર છે. વસ, પાત્ર, પુસ્તકાદિકની તેમજ ચારિત્રપ્રતિપાલનના હેતુભૂત શરીરની પણ તેઓ સંભાળ રાખનારા છે. એકાંત ઉપગારી છે. તેવા ગુરૂના અભાવે જેને દિલગીરી ન થાય તેને માટે શિષ્ય શબ્દ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com