________________
:૮૦: પીઠામાં જાય અથવા વેશ્યાવાડે જાય તે લેકેમાં તે સિંઘ ગણાય છે. વળી એરોના સ્થળો વિષે જાવ આવ કરે તો રાજ્ય તરફથી ભય આવે, તેમ જ કાળને વિષે જેમ ખેડૂત વર્ષાકાળ વિત્યા પછી વાવેતર કરે તે મૂઢ ગણાય તેમ અકાળે સ્વાધ્યાયાદિ કરે તો પણ મૂઢ બને તેથી દેશકાળ જોઈને પ્રવર્તવું, યત: વેશ્યા જુગારી ચોરના, યરનારના ભંડારના, અપમાનના મૃતદાહના, નદી તીરને આરામના નૃપ-દ્રોહ કર અપરાધીના નટ આદિને એકાંતના, સ્થાને જતાં શાણા નહિ, વળી હાનિ ભય અપવાદના. ૧
૨૩. શક્તિ અનુસાર કાર્ય આરંભવું ધનબળ, મને બળ, મિત્રબળ, સહાયબળ, કાળબળ, દેશબળ તથા શરીરબળાદિને વિચાર કરીને કાર્ય આદરવું. વળી બધા બળમાં જે સ્વબુદ્ધિ બળ ન હોય વળી ભવિતવ્યતા બળવાન ન હોય તે બ્રહ્માપણુ જે સાક્ષાત્ આવે તે પણ કાર્યસિદ્ધિ થાય નહિ. માટે ભવિતવ્યતા બળને છેડીને બીજા બધા બળેનો વિચાર કરી પુરૂષાર્થ કરે.
૨૪. પાષાણ અને પોષવાઃ-માતા-પિતા, સ્ત્રી, સંતાન, અશક્ત, વૃદ્ધ કુટુંબીજન, નજદીકના સીદાતા સગા નેહીઓને જે જન સહકાર આપીને પાષણ કરે છે તે તે જન લેકમાં બહુ માન્ય થાય છે. વળી રાજ્યમાં પણ માનનીય થાય છે.
૨૫. વૃદ્ધજનને વિનય કરવોઃ-જ્ઞાનવૃદ્ધ, વ્રતવૃદ્ધ, વયવૃદ્ધ, તપોવૃદ્ધ વિગેરે વૃદ્ધ પુરૂષને જે જન વિનય બહુમાન કરે છે તે જન ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે જાય છે. પણ જે લક્ષમીવૃદ્ધ હોય અને દાતાર ન હોય તે તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com