________________
દ્વિતીય-પરિચ્છેદ બને છે. બાળકને તેની ઉંઘ પૂરી થયા વિના કદિ જગાડવું નહીં. નહીં તે તેથી તે બીમાર થાય છે. માટે બાળકે તેમજ તેની માતા કે ધાવે પૂરતી નિદ્રા લેવી કે જેથી તેને આનંદ સતેજ રહે. ઉંઘ એ પ્રાણી માત્રને કુદરતી વિસામે આપના અત્યુપયેગી પ્રબંધ છે માટે ઉંઘને ન રેકતાં, શાંતિ થતાં સુધી ઉંઘવા દેવું એજ અતિ લાભદાતા છે. બાળકને કપડાં કેવાં પહેરાવવાં? .
હમેશાં બાળકને કપડાં સફાઈદાર, સુંવાળો, સફેદ, ઢીલાં અને ઋતુ અનુકૂળ પહેરાવવાં લાયક છે. તેમાં પણ બહુ ઢીલાં કપડાં ન પહેરાવવાં કેમકે તેથી બાળકના હાથ પગ તેમાં ભરાઈ જવાને ભય રહે છે તેમજ તંગ પણ પહેરાવવાં નહીં. કેમકે અવયવે પ્રકૃતિ થવામાં તે હરકત કરે છે. ટૂંકમાં તે કપડાં બાળકને કૂદતાં ખેલતાં દેડતાં કંટાળો આપે એવાં નહેવાં જોઈએ. વસ્ત્રોને મેલાં થયેલાં જોતાં તરત ધોઈ સાફ રાખવા જોઈએ. ભીનાં કપડાં થયાં હોય તે તરત બદલાવી નાંખવાં અને વિશેષ કપડાં ન પહેરાવતાં જરૂર જેમાં જ પહેરાવવાં. પરંતુ આપણી હર્ષઘેલી, અભણ ને અપૂર્ણ કેળવણી પામેલી બહેને તે તેને જરા પણ પવન ન અડે એવી રીતે માથાથી તે પગલગી ટેપી–જબલામાં વગેરેથી જકડી દઈ તથા ઉનનાં કપડાં પહેરાવી દઈ બાળકને બહુ કંટાળો આપે છે, અને જાણે બૂઝી પોતાના બાળકને નબળું બનાવવા ઉદ્યમ આદરે છે. વધારે ઢબૂરી રાખનારી તથા વધારે કપડાં પહેરાવી ઢાંકçબ કરનારી માતાનાં બાળકે હમેશાં ફિક્કા હેરાનાં અને માંદલાં રહેતાં જણાય છે. અને ઓછાં, આછાં કપડાં પહેર રાવનારી જનેતાનાં બાળકે ગુલાબી ગાલવાળાં, આનંદી, ચાલાક અને હૃષ્ટપુષ્ટ રહેતાં માલમ પડે છે. કપડાં કંઈ ઠંડા રહેલાં શરીરને ગરમી આપી શક્તાં નથી, પણ તે તે શરીરમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com