________________
પ્રથમ પરિચ્છેદ.
૨૯
તેઓને ૩૦ વાલ ધાએલા ગાયના ઘીમાં મેળવી દિવસમાં ત્રણવાર હરસ ઉપર તે મલમ લગાડવા.
પગે સોજા આવ્યા હાય તા મલમલના પાટા પગનાં આંગળાથી ગાઢણુ સૂધી ખમાય તેવા બાંધવા.
પેટની ચામડી તણાતી હોય તા ગરમ તેલ હલકા હાથે ચેાળવુ'.
દાંતમાં દુખાવા વધી પડ્યો હાય તા લવીંગનું ખારીક ચૂર્ણ સડેલાં કે કળતાં દાંતાની જગાએ ભભરાવી ઢાળ ટપકતી મૂકવી, પેાસ્તના ડાડવાના ઉકાળેલ પાણીની વરાળના લાલીન વડે દુ:ખતા ભાગપર શેક કરવા. અળશીની પેટીસ ખાંધવી.
સવારે ઉલટી મેળ જણાતી હોય તા ભુંદના કાવા પીવા. અંજીર તથા દ્રાક્ષના ખાવામાં ઉપયાગ કરવા. ( જેણીને સવારમાં મેાળ કે ઉલટી થતી હોય તેણીની સુવાવડે સહીસલામત ઉતરે છે. તેમજ એકરૂં ક્રકવા લાગ્યા પછી તે ખંધ થાય તેણીને કસુવાવડના ભય રહેતા જ નથી. તથા માળ ઉલટી ને કાળજાની બળત્રાવાળીને પ્રસવ સમય આછી વેદના થવા સભવ છે. )
ઉધરસ થઇ આવી હોય તે ખેરસાર, વડાગરૂ મીઠું, જેઠીમધ અથવા જવખાર મ્હોંમાં રાખવા. અગર કાથા, ખેરસાર, એલચી અને ચણીકબાબ એ બધાં ખરાબર લઈ ખાંડી વસ્ત્રગાળ કરી ગુલાબજળમાં ઘુટી, મરી જેવડી ગાળીઓ કરી મ્હામાં રાખી રસ ઉતારવા, અથવા તાલીસપત્ર તથા એલચી ૧ તાલેો, મરી, સુંઠ ને તજ ૨ તાલા અને લીંડીપીપર, વંશવેાચન ૪ તાલા, તથા સાકર ૧૬ તાલા લઈ ખાંડી વસ્ત્રગાળ કરી ૨ થી ૪ આની ભાર ચૂર્ણ માખણ કે ઘી સાથે ચાટવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com