________________
મુનિમહારાજશ્રી બાલવિજયજી મહારાજને જીવન-પરિચય.
આ ગ્રંથના સંગ્રાહક (લેખક) મુનિમહારાજશ્રી બાલવિજયજી દક્ષિણ દેશના વિહારી અને ઉપકારક તરીકે જાણીતા છે. તેમનું જન્મસ્થાન જો કે પંજાબ દેશમાં ચાલકેટ જીલ્લાના ભાડાવાલા ગામ છે, અને તેથી તેમની માતૃભાષા હિંદી અને ઉર્દૂ છે છતાં તેમને સંસ્કૃત તેમજ ગુજરાતી અભ્યાસ હોયને તેમને દરેક પ્રાંતમાં થતે વિહાર ત્યાંની પ્રજા માટે ઉપદેશમાં એક સરખો અસરકારક નિવડે છે.
જે સમયે પંજાબમાં જૈન ધર્મને સમજનારી પ્રજા બહુ સ્વલ્પ હતી, અને અનેક પ્રાચિન જૈન દેવાલય અપૂજ રહેવાને સમય આવી લાગ્યો હતો, ત્યારે પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ જે આ પ્રાંતમાં વિહરી અનેક કષ્ટો વચ્ચે પણ સર્વત્ર જેના શાસનને પુનઃ પ્રચાર કરાવવો શરૂ કર્યો. તે સમયમાં સં. ૧૯૪૦માં મુળચંદ નામના બ્રહ્મક્ષત્રીય ગૃહસ્થને ત્યાં તેઓશ્રીને જન્મ થયો ત્યારે તેમનું નામ લાલાબરકતરામ રાખવામાં આવ્યું. તેમના પિતાને જેન - ધર્મ સંબંધી કંઈ પરિચય નહતું, પરંતુ માતા ભાગ્યવતીની માયાળુ પ્રકૃતિથી પુત્રને બહારના પરિચયમાં ભેળાવાને તક મળતી કે જેના પરિણામે એક જેન મિત્રના સમાગમને લઈ મુનિશ્રી રાજવિજયજીને પરિચય થતાં તત્વ ચર્ચાની તક મળવાથી ધર્મરૂચિ જાગૃત થઈ. આ પ્રસંગે તેમનો અભ્યાસ ઉ૬ (ફારસી) તેમજ ગુરૂમુખી ભાષાને હતા. મહારાજશ્રીના સમાગમ પછી તેઓની અનુમતીથી દીલ્હી જતાં ત્યાંથી બાબુ કેસરીચંદજી ઝવેથીએ સમેતશિખર, પાવાપુરી, રાજગ્રહી, ચંપાપુરી, બનારસ વિગેરે તિર્થસ્થળોની યાત્રા કરાવવાથી જેને પ્રાચિનત્વ અને મહતાને વિશેષ પરિચય થતાં સં. ૧૯૫૧ માં અજમેરમાં દિક્ષા અંગીકાર કરી, ને તેમનું નામ બાલવિજયજી રાખવામાં આવ્યું. આ પ્રસંગે ત્યાંના સંધ અને શ્રીયુત ગુલાબચંદજી ઠઠ્ઠા વગેરેએ મળી મહત્સવ કર્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com