SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ-પરિચ્છેદ. ૧૯ કિશોરનાં પાલણું ઝાડની ડાળીઓએ લટક્તાં શેભે છે? નાકર ચાકરનું કામ શું મહારાણીને હાથે કરવું પ્રશંસનીય છે?” રાણી બોલી–વિરમણિ! વિપત્તિ નિરંતર રહેતી નથી; પણ વીરત્વ ગૈરવ ચિરસ્થાયી રહે છે.” પ્રતાપે કહ્યું–બહાલી જે તમારા મુખમંડળ ઉપર એક દિવસ હર્ષનુ નૂર ચમકતું જતું જેત તે મને ખેદ ન થાત, પણ દિવસે દિવસે, માસે માસે, વર્ષે વર્ષે તમે તપ સ્વીની પેઠે દુઃખ સહન કરે છે, આ પહાડની ખીણમાં રહી તેને ત્રાસ સહે છે, કુવામાંથી જાતે પાછું ખેંચી લાવી રઈ બનાવે છે, બધા કલેશ તુચ્છ ગણે છે, આવું જીવન ગાળવા માટે તમે શું આ પ્રતાપસિંહને વર્યા હતાં! પ્રતાપસિંહ હૃદયની સુંદરીને પણ રહેવા એક રહેઠાણ આપી શકતે નથી?”. રાએ કહ્યું “ગમે તેવું કષ્ટ પડે તે પણ શું? સ્વામીનાં સહવાસસ્થળ એજ સુંદરીનું સ્વર્ગભુવન છે. આપ સાથે છે તે આ દુઃખને હું રાજ્યભવ સમજું છું; કેમકે પતિ શિવાયનાં સુખ વૈભવ નરકાવાસનાં દુઃખ સમાન છે. શું નળરાજા વનમાં ગયે હતું ત્યારે દમયંતીને વનમાં રાજમહેલ હતો? જાનકીનેશું દંડકારણ્યમાં ભવ્ય ભુવનેને વૈભવ હતે? આપ જીવજીવન જ જ્યારે પહાડની ખીણમાં નિવાસ કરે છે ત્યારે શું આ આપની દાસી મહેલની ઈચ્છા કદિ રાખે કે? આનાથી પણ વિશેષ વિપદ કે ન હોય? તે પણ શું પાણી ગ્રહણના અર્થને સમજનારી સ્ત્રી પતિને ક્ષણભર પણું અલગ રાખવા વિચાર રાખે છે ?” તેની પતિભક્તિપરાયણતા અને શૈર્યતા શું ઓછી પ્રસંશનિય છે? ચારૂમતિ–રૂપનગરની રાજકુમારી કે જેણે પિતાના ધર્મરક્ષણ માટે મહારાણા વીર રાજસિંહનું શરણ લઈ ઉભયકુળ દિપાવી ગઈ છે, ધન્ય છે તેમના સાહસને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy