________________
પાર્શ્વનાથની પરિત્રાજિકા થયેલી સાથ્વી વિજયા ને પ્રગભાએ છોડાવ્યા. ગોશાળો અહીંથી છૂટો પડ્યો. તેને ૫૦૦ રે મળ્યા. તેમણે “મામ મામે” કહી તેને ખભે ચડીને દોડાવ્યું, એટલે કાયર થઈને પ્રભુને શોધતે વૈશાલીમાં આવ્યો. પ્રભુ ત્યાં આવી એક લુહારની શાળામાં કાર્યોત્સર્ગ રહ્યા. લુહાર છ માસની માંદગી ભોગવી તે દિવસે જ તેની શાળામાં આવ્યો. તે પ્રભુને જેઈ અપશુકન થયેલ જાણું ઘણું લઈને મારવા દો. અવધિજ્ઞાનથી કે તે હકીકત જાણે તેને વાવડે હો. પ્રભુ ત્યાંથી ગ્રામીક સન્નિવેશે ગયા. ત્યાં બીભેલક યક્ષે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી શાળશીર્ષ ગામે જઈ ઉદ્યાનમાં કાયોત્સર્ગ રહ્યા. તે વખતે ત્રિપૃષ્ઠના ભવમાં અપમાનિત કરેલી રાણું કટપૂતના નામે વ્યંતરી થઈ હતી. તેણે તાપસીને વેશ કરી, જટામાં પાણી ભરી તેને પ્રભુ ઉપર જોરથી છાંટવાવડે અસહ્ય શીત ઉપસર્ગ કર્યો. પ્રભુને શાંત રહેલ જોઈને તે નમસ્કાર કરી તુતિ કરવા લાગી. અહીં પ્રભુને છઠ્ઠના તપવડે આ ઉપસર્ગ સહેતાં લોકાવધ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુએ ત્યાંથી ભદ્રિકાનગરીએ આવી ચાર માસના ઉપવાસવડે છવું મારું કર્યું.
નગરબહાર પારણું કરી વિહાર કર્યો, અહીં પ્રભુએ અનેક પ્રકારના અભિગ્રહ કર્યો. ત્યાંથી મગધ દેશ વિગેરેમાં ઉપસર્ગ રહિતપણે વિહાર કર્યો. પ્રાંતે આલંભિકામાં આવી સાતમું ચોમાસું ચાર માસના ઉપવાસવડે કર્યું. નગર બહાર પારણુ કર્યું.
ત્યાંથી વિહાર કરી કુડિક ગ્રામે આવી વાસુદેવના ચૈત્યમાં કાયેત્સ રહ્યા. ત્યાં શાળે વાસુદેવની મૂર્તિને પુંઠ કરીને ઊભું રહ્યો. તે જોઈ લેકેએ તેને માર્યો. પ્રભુ ત્યાંથી મર્દન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com