________________
છે. આ વાત બરાબર છે?” આમ વિચારે છે ત્યાં ગોચરીએ નીકળેલા શૈાતમસ્વામી તે તરફ પધાર્યા. તેને કાળદાયીએ અસ્તિકાય વિષે પૂછ્યું. તેમણે તેનું સ્વરૂપ સમજાવ્યું, પરંતુ તેમને વધારે સ્પષ્ટ સમજવું હતું તેથી તેઓ મહાવીર પરમાત્મા પાસે આવ્યા. તેમને પ્રભુએ પાંચ અસ્તિકાય વિષે બહુ સ્પષ્ટતાથી સમજાવ્યું એટલે તેમને સંતોષ થયે. પછી તેમણે બીજા કેટલાક પ્રશ્નો પૂછયા. છેવટે પૂછ્યું કે “એક માણસ અગ્નિ સળગાવે છે ને બીજે ઓલવે છે તે બેમાં વધારે પાપી–હિંસક કોણ?” પ્રભુએ કહ્યું કે–સળગાવનાર અનેક પ્રકારના જીવોને હિંસક હોવાથી મહાપાપી છે. ઓલવનાર તેનાથી ઓછો પાપી છે. આ વાત બહુ સારી રીતે સમજાવી, તેથી તે દશે ગૃહસ્થોએ પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુએ તેને સ્થવિરેને ઓંખ્યા. પ્રભુ અન્યત્ર વિહાર કરી ફરીને ત્યાં પધાર્યા ત્યારે કાળદાયી મુનિએ પ્રશ્ન કર્યો કે-“હે ભગવંત! પાપકર્મો જીવોને અશુભ ફળ શી રીતે આપે છે?” પ્રભુએ કહ્યું કે “વિષમિશ્રિત સુંદર સ્વાદિષ્ટ ભજન કરનારને જેમ પરિણામે વિષ અસર કરે છે અને તેના પ્રાણને વિનાશ થાય છે તે જ રીતે પાપકર્મો પણ જીવને દુર્ગતિમાં પહોંચાડે છે અને સત્કર્મો સદગતિનું ભાજન કરે છે.” (અહીં ઘણે વિસ્તાર જાણવા જે છે.)
પ્રભુએ આ ૩૪ મું ચેમાસું રાજગૃહીના નાલંદા નામના પાડામાં જ કર્યું. એ પાડે રાજગૃહીના પરારૂપ છે.
ત્યાં નજીકમાં જ પાર્શ્વનાથના સંતાની આ પેઢાલપુત્ર ઉદક નામના મુનિ આવેલા હતા, તેમણે આ ચાતુર્માસમાં જ ગતમસ્વામી પાસે આવી કેટલાક પ્રશ્ન કર્યો તે જાણવા જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com