________________
વર્ષમાં ઘણું મનુષ્યએ પ્રભુ પાસે લીધેલી દીક્ષા. અણધારી તક મળી જતાં અભયકુમારે પણું લીધેલી દીક્ષા. શ્રેણિક રાજાના બીજા ૨૧ પુત્ર અને ૧૩ રાણીઓએ લીધેલી દીક્ષા. તેમનું સ્વર્ગ અથવા મોક્ષગમન. આ વર્ષમાં રાજગૃહીમાં રહેવાથી થયેલે ઘણે ઉપકાર. પ્રભુએ રાજગૃહીમાં જ ૧ભું ચોમાસું કર્યું.
ચોમાસા બાદ વત્સ દેશ તરફ ગમન. ત્યાંના ઉદાયન રાજાની વિધવા રાણી મૃગાવતીએ ચંડપ્રદ્યોતનને આશા આપીને પાછા વાળ. તેનું ફરીને વૈશાંબી ઉપર ચડી આવવું. તેવામાં પ્રભુનું ત્યાં સમવસરવું. ચંડઅદ્યતન ને મૃગાવતી વિગેરેનું પ્રભુ પાસે આગમન. તે પ્રસંગે પ્રભુએ આપેલ ઉપદેશ. તેમાં સ્ત્રીલંપટ સોનીનું આપેલું દષ્ટાંત. તેને ૫૦૦ સ્ત્રીઓ હતી, તેમાંથી એકને મારી નાખતાં ૪૯૯ સ્ત્રીઓના આરીસા પડવાથી થયેલું તેનું મરણ. તેનું ને પહેલી મરણ પામેલી સ્ત્રીનું એક તિર્યંચનો ભવ કરીને બ્રાહ્મણકુળમાં ભાઈ બહેન તરીકે જન્મવું. સોનીની ૪૯૯ સ્ત્રીઓનું અગ્નિપ્રવેશ કરી બળી મરવું ને એક અટવીમાં મનુષ્ય થઈને ચેર થવું. પેલા બ્રાહ્મણપુત્રનું ચેર થતાં તે ૪૯ના સ્વામી થવું. બ્રાહ્મણપુત્રીનું પ૦૦ ચેરની સ્ત્રી થવું. ચેરાએ લાવેલી બીજી સ્ત્રીને તેણીએ મારી નાખવાથી શંકા પડતાં મુખ્ય ચેરે પ્રભુ પાસે આવી સંક્ષેપમાં ચા સા? એમ પૂછવું. પ્રભુએ ના ના એમ કહેવું. સભાએ પૂછતાં તેનું વૃત્તાંત સંભળાવી પ્રભુએ આપેલો ઉપદેશ. મૃગાવતીએ અવસર પામી પોતાના પુત્રને ચંડપ્રદ્યોતનના ખેાળામાં બેસાડી દીક્ષા લેવા માટે માગેલી આજ્ઞા. પ્રભુની શરમે તેણે આપેલી આજ્ઞા. પ્રભુએ આપેલી દીક્ષા. ચંદનાઆર્યાને સુપ્રત. ત્યાંથી વૈશાળીમાં આવીને પ્રભુએ વીશકું ચોમાસું ત્યાં જ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com