________________
૩૦.
મહાવીર કહેતા હવા
છાતીના નાજુક બદનના-ગુલામીની ગળથુથીવાળા મનુષ્ય ! એ ભય હે જ સર્યો છે, અને એવી જ રીતે ભયનો ભય પણ તું જ સર્જી શકે છે એ સત્ય યાદ કર! એ સિંહ ત્વને ડરાવે છે, પણ ગમે તેવા સિંહનો પણ કાન તું પકડી શકે છે એ સત્ય શા માટે ભૂલે છે? સાંભળ, હું ને મારી પોતાની વીતક વાત કહું.” એમ શ્રી મહાવીર કહેતા હવા.
અને શ્રી મહાવીરે ગરમ પ્રત્યે પોતાની વીતક વાત પોતે જ કહેવી શરૂ કરી,-વીતક કે જેમાં તેઓ પોતે “અનુભવ કરનાર” પાત્ર હતા, અને જે અનુભવ હમણાં પિતાના જ શ્રીમુખેથી વાણી રૂપે બહાર પાડતા હતા.
શ્રી મહાવીર કહેતા હવાઃ “દેવોના વલ્લભ! ધ્યાન દઈને શ્રવણ કર! હું એકદા આ શિખર પર બેઠે સતો અમર્યાદિત આકાશમાં ખેલતો હતો. લાકે એને “ધ્યાન દશા” કહે છે. જે કે એ દિશામાં તો અનેક “યુદ્ધો” ચાલી રહ્યાં હોય છે અને “સમુકસ્નાન” અને “સૂર્યસ્નાન' અને “ભયંકર મઝાઓ” ચાલી રહી હોય છે હેની લેકેને એાછી જ ખબર હોય છે!
એ પ્રસંગે કેટલીક ગાયોને લઈ એક ભરવાડ મહારી પાસે આવ્યો. હું કોઈ કોઈ વખત શહેર અને ગામડાંમાં પણ વિચારું છું તેથી લાકે અને કેાઈ સાધુસંત તરીકે ઓળખે છે. તેથી, હને બેઠેલો જોઈ ભરવાડ બોલ્યો : “બાવાજી! હું પાછો ફરું હાં સુધી જરા આ ગાયોને સંભાળજે!” એમ કહી તે ચાલતો થયો. . “દેવાના વલ્લભ! તું હમજ્યો ? એ ગાયો અને ભરવાડને તું હમજે ? લેક એ ગાયો, અને લેકના દિલ પર સત્તા ભોગવતા નૃપાલ અને ધર્મગુરૂ એ હેમના ભરવાડઃ તું હમજ્યો?
તે ગાયોના ભરવાડે એમ વિચાર્યું કે હું પણ એક સાધુ હોવાથી ગાયોને બાંધી રાખવા-જાળવી રાખવાની કલા સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com