________________
૩૫૪
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ આવા ગુણાનુરાગીને સગે શિષ્ય, ઉપકારી કે ગ૭વાળે, જે કોઈ ગુણહીન હોય તેના ઉપર નિયમ પ્રતિબંધ-રાગ-હેતું નથી.
ત્યારે ચારિત્રવાળાએ સ્વજનઃદિકનું શું કરવું ?
કેવળ કરૂણ લાવીને, તેમને પણ શુદ્ધમાર્ગમાં લાવવા શીખામણ આપવી, અને જે તેઓ અત્યંત અગ્ય જણાય તે તેમના પર વિરકત દષ્ટિ રાખીને તેમની ઉપેક્ષા કરવી.
ગુણાનુરાગનું ફળ ઉત્તમ ગુણેના અનુરાગથી કાળાદિકના દોષે કરીને, કદી આભવમાં ગુણ સંપદા નહિ મેલ, તે પણ પરભવમાં ભવ્યને દુર્લભ નહિ થાય. મતલબ સહજથી તે પ્રાપ્ત થશે
૭ સાતમુ લિંગ ગુર્વાણારાધન. ગુરૂના ચરણની સેવામાં લાગેલે રહી, ગુરૂની આજ્ઞા આરાધવામાં તત્પર રહે. ચારિત્રને ભાર ઉપાડવાને સમર્થ હોય તેને જ યતિ જાણ; અન્યથા નિયમ નહિ.
આચારાંગસૂત્રના પહેલા જ સૂત્રમાં ગુરૂકુલવાસ સર્વ ગુણોનું મૂળ જણાવેલ છે. માટે ચારિત્રાથી પુરૂષે અવશ્ય ગુરૂ કુળમાં વસવું
એને પરિત્યાગ કરી, શુદ્ધ ભિક્ષા વિગેરે કરે તે પણ તેને સારી કહી નથી; અને ગુરૂની આજ્ઞામાં રહેનારને કદી આધાકમિક મળે તે પણ તે પરિશુદ્રજ કહેવાય છે. ગુરૂની આજ્ઞા માનનારની વિશેષ પ્રશંસા થાય છે, તે માટે ધન્યપુરૂષ જ્ઞાનાદિ ગુણરૂપ મણિઓની ખાણ સમાન ગુરૂની આજ્ઞાને છેડતે નથી, પણ હંમેશાં આનંદિત મન રાખે છે, અને પિતાને કૃતજ્ઞ ભાવે (માને) છે.
સૂત્રમાં ગુણવાનને જ યથાર્થ ગુરૂ શબ્દને પાત્ર ગણે છે. બાકી ગુણમાં દરિદ્ધી હોય, તેને યથાર્થ ફળને આપનારગણ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com