SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૯ નીચે સાડાબાર સાડાબાર એજન૧ એમ પાંચસે ગાઉ સુધીમાં પ્રથમ થયેલા નવરાદિક રોગે નાશ પામે છે, અને નવા રે ઉત્પન્ન થતા નથી. પ ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી પાંચસે ગાઉ સુધીમાં પ્રાણીઓને પૂર્વભવમાં બાંધેલાં અને જાતિથી ઉત્પન્ન થયેલાં (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી હેતાં નથી. ૬ ઉપર કહ્યા પ્રમાણેના પાંચસો ગાઉ સુધીમાં સાત પ્રકારની ઈતિઓ તથા ઘાસ વિ. નાશ કરનારા તીડે સુડા અને ઉંદર વિગેરે ઉત્પન્ન થતા નથી. ૭ ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી), દુષ્ટ દેવનાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ), અને અકાલ મૃત્યુ થતાં નથી. ૮ તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતું નથી, કે જેથી ધાન્ય માત્ર કેહવાઈ જાય. ૯ તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ-સર્વથા જળને અભાવ થત નથી, કે જેથી ધાન્યાદિકની ઉત્પત્તિજ ન થાય. ૧૦ તેટલા પ્રદેશમાં દુર્ભિક્ષ-દુકાળ પડતું નથી. ૧૧ પિતાના રાજ્યના લશ્કરને ભય ( હુલ્લડ વિગેરે) તથા પરચક એટલે બીજા રાજ્ય સાથે સંગ્રામાદિક થવાને ભય ઉત્પન્ન થતા નથી. દેવતાઓએ કરેલા ઓગણીશ અતિશયે નીચે પ્રમાણે હોય છે. ૧ પ્રભુ જે સ્થળે વિચરે ત્યાં આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક્ર ફરે ( આગળ ચાલે). ૨ આકાશમાં શ્વેત ચામરે બન્ને બાજુ ચાલે. ૩ આકાશમાં નિર્મળ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન ચાલે. ૧. એક યોજનાના ચાર ગાઉ. એટલે ચાર ગાઉને એક જન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy