________________
૨૭ જાવ. . લૌકીક અને લત્તર સ્વરાજ્ય.
૩૨૧ પહોંચાડવાનો ઉપાય છે. એ હદે ન પહોંચે ત્યાં સુધી દરેક આત્મા અપૂર્ણ છે. એ અપૂર્ણતા કર્મોની સત્તા આત્મપ્રદેશમાંથી નીકળી નથી એજ સૂચવે છે. તેથી કર્મબંધ થવાના અને ખપાવવાના કયા કયા કારણે જ્ઞાનીઓએ બતાવેલા છે, તેને અભ્યાસ અને તેનું જ્ઞાન અને તેમાં રમણતા એજ આત્માને નિર્મળ બનાવવાનું પ્રાથમિક શિક્ષણ છે. આ પ્રાથમિક શિક્ષણ શુદ્ધ રીતે લેનાર આત્માર્થિ જ ઉંચ કેટીનું તત્વજ્ઞાન મેળવવાને ભાગ્યશાળી બની શકશે. ઉંચ કેટીનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરી પિતાના જીવનને ઉંચ બનાવવું. શુદ્ધ ચારિત્રવાન થવું એજ મનુષ્ય જીવનની સફળતા છે.
તીર્થકરે ધર્મચકવતિ ગણાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ તીર્થની સ્થાપના કરે છે. સાધુ, સાધ્વી શ્રાવકા અને શ્રાવિકા એ, ધર્મતીર્થ રૂપ રાજ્યના અંગ યાને પ્રદેશ છે. જેમ દેશની અંદર વસનારી પ્રજા અમુક દેશના રાજાની પ્રજા ગણાય છે અને તેની આજ્ઞા માનનારી હોય છે, તેમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવીઠાના વ્રત અંગીકાર કરનાર અને તેમના શાસનમાં વર્તનાર એ ધર્મતીર્થરૂપ રાજ્યની પ્રજા છે. તેઓ તે શાસનની આજ્ઞાને ધારણ કરીને પોતાના જીવને પવિત્ર બનાવે છે. લૌકીક સ્વરાજ્ય ચારગતિ રૂપ સંસારને વધારનાર છે. ત્યારે આ લકત્તર ધર્મ તીર્થ રૂપ સ્વરાજ્ય સંસારને છેદ કરી ઊંચી હદે લઈ જઈ, અંતે નિર્વાણ પદ અપાવનાર નિવડે છે. તત્વ જ્ઞાનીઓને આ સ્વરાજ્ય અખંડાનંદ આપનારૂ નિવડે છે, ત્યારે લૌકીક સ્વરાજ્ય રાજ્ય કર્મસ્થાનીઓને હંમેશા કલેશ અને ચિંતા કરાવનારું હોય છે. લૌકીક સ્વરાજ્ય પ્રાપ્તિમાં અને તેની સ્થાપનામાં સંખ્યાબંધ જીવને નાશ હોય છે. દેશના લોકેને ઉપદ્રવકારક અને અશાંતિ રૂપ હોય છે, ત્યારે આ લેકોત્તર સ્વરાજ્યમાં જીવને અભયદાન અને શાંતિ હોય છે. તેમાં કઈ પણ પ્રકારને ઉપદ્રવ હોતું નથી.લૌકીક સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને બીજાની મહેરબાની અને કૃપા ઉપર આધાર રાખવાને હોય છે, ત્યારે આ
41
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com