________________
૩૧૮ શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૮
ઈંદ્રભૂતિ આદિ અગીઅર પંડિતેના સંશો જેવા સંશ ઘણુ જીવેને થાય છે. ભગવંતે તેમના સંશયનું કરેલું સમાધાન ધ્યાન પૂર્વક વાંચી મનન કરવા જેવું છે. આ અગીયારે પંડિતેની સરળતા અને સત્ય સમજાતા પિતાને કદાગ્રહ મુકી પ્રભુના શિષ્ય થવાની તેમની ભાવના ખરેખર અનુકરણીય છે. અનાદિના કુસંસ્કાર અને અજ્ઞાનતાના યેગે તત્વજ્ઞાન જેવા ગૂઢ વિષયમાં છદ્મસ્થ જીવને શંકા થાય એ સ્વાભાવિક છે. વખત મળતાં એ શંકાનું સમાધાન થાય તે પિતાને કદાગ્રહ મુકી દઈ સત્ય અંગીકાર કરવાની વૃત્તિ સરળ જીવને જ થાય છે. સરળતા અને ભકિતામાં તારતમ્યતા છે. જેમનામાં સત્યાસત્ય સમજવા જેટલી શક્તિ નથી, એવા છ વગર સમજાયે કંઈ માન્ય કરે, તે સરળતાની કોટીમાં આવી શકે નહી. સત્યાસત્યના વિવેક પૂર્વક નિર્ણય કરી, સત્ય સમજી તેને આદર કરનારજ સરળતાની ઉંચ કેટીમાં આવી શકે છે. એટલું નહિ પણ પરિણામે તેજ પિતાને આત્મા સંપૂર્ણ નિર્મળ બનાવી પ્રભુની પેઠે કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષમીને પ્રાપ્ત કરી શકે છે.
પ્રભુના દીક્ષાના દિવસથી તે કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધીના વખતમાં કેવળજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાયભૂત કર્મોને નાશ કરવાને પ્રભુએ જે રીતે કાર્ય કર્યું છે, તેને વિચાર કરે એ આપણું મૂખ્ય ફરજ છે. આપણા સર્વને અંતિમ ઉદ્દેશ સવથા કમરહિત થઈ ભગવંતની પેઠે કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરવાનો હવે જોઈએ. એ લમી બાહ્યથી મેળવવાની નથી, પણ આપણુ પિતાના આત્મામાં જ દબાઈ રહેલી છે. તે પ્રગટ કરવાને યાને પ્રાપ્ત કરવાને જે તને આદર કરવાને છે, જેની સેવના કરવાની છે, તે તત્વે ક્યા છે, અને પ્રભુએ કયા કયા તત્વોને પ્રધાન પદ આપેલું જણાય છે, તેને વિચાર કરવાને છે.
નવતત્વમાં કહે અથવા કોઈ અપેક્ષાએ સાત તત્વની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com