________________
૨૬૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૧૭ પ્રભુને વંદન કરવાને ઇંદ્ર આવ્યા. પ્રભુના આગલ નાટક પૂજા કરી ને વિનંતી કરી કે, “હે જગદગુરૂ ! હવે થોડા દિવસ પછી આપને ઉજવળ કેવળજ્ઞાન ઉન્ન થશે.” એ પ્રમાણે કહી તે પોતાને સ્થાને ગયા, અને પ્રભુ ત્યાંથી વિહાર કરીને મેક ગામે આવ્યા. ત્યાં ચમરે પ્રભુને સુખશાતા પુછવા આવ્યા હતા, તે પુછીને સ્વસ્થાનકે ગયા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ ષણમાનિ ગામે પધાર્યા. ત્યાં ગામની
બહાર કાયેત્સર્ગ કરીને ધ્યાનમાં રહ્યા. કર્ણમાં ભળીએ પ્રભુના જીવે વાસુદેવના ભવમાં શય્યા નાખવાનો છેલ્લે પાલકના કાનમાં તપાવેલું સીસું રેશને ઉપસર્ગ ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ અહીં
ઉદયમાં આવ્યું. તે શય્યાપાલકને જીવ અહીં ગોવાલ થયે હતે. તે પ્રભુની પાસે બળદે મુકીને ગાયે દેહવા ગયે. બળદો ચરતા ચરતા નજીકના પ્રદેશમાં કેઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. થોડીવાર પછી તે ગોવાલ પાછો આવ્યે, ત્યાં બળદ તેના જેવામાં આવ્યા નહિં. તેણે પ્રભુને પુછયું, “અરે અધમ ! મારા બળદો કયાં ગયા ? તું કેમ બેલ નથી ?” પ્રભુ એ ઉત્તર, આપે નહીં. ત્યારે ફરી પ્રભુને કહ્યું, “અરે હું તને કહું છું તે તું શું સાંભળતું નથી ?”કાન તરફ આંગલી કરીને કહ્યું કે “શું આ તારા કાનના છીદ્ર ગટનાજ છે ?” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ જ્યારે પ્રભુ બોલ્યા નહિં, ત્યારે તેણે અતિક્રોધ કરી કાશયા નામની વનસ્પતિના ઝાડની શીએ તે પ્રદેશમાંથી લાવીને, પ્રભુના બને કર્ણરંદ્રમાં નાખી પછી તે શાળીઓને ઉપરથી ઠેકી તેથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે, જાણે તે અખંડ એકજ શાળી હોય તેમ દેખાવા લાગી. આ નાખેલી સળીઓને કઈ કાઢી શકે નહી, એવું ધારીને તે દુઝે તેને બહાર દેખાતે ભાગ છેદી નાખે, અને ત્યાંથી તે ચાલ્યા ગયા. “અહંત પ્રભુએ વિપત્તીમાં પણ બીજાને ઉપદ્રવ કરતા નથી, કે પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com