________________
ર૭ ભાવ ] ઈંદ્ર, રાજા નગર જનોનું ત્યાં આવવુ. જેમ સુશોભિત થઈ ગયા. પ્રભુના ભક્ત દેવતાઓએ તેજ સમયે ચંદનાને સર્વ અંગમાં વસ્ત્રાલંકારથી શેબિત કરી દીધી, અને હર્ષ પામતા ગીત નૃત્યાદિ કર લાગ્યા.
દુભિને ધ્વની સાંભળી મૃગાવતી અને શતાનીક રાજા તથા સુગુપ્ત મંત્રી અને નંદા મોટા પરિવાર સાથે ત્યાં આવ્યા. દેવપતિ શકેંદ્ર પણ પૂર્ણ અભિગ્રહવાળા પ્રભુને વંદન કરવા માટે હર્ષ પામતા ત્યાં આવ્યા, અને પ્રભુને વંદન કર્યું,
ચંદના મૃગાવતી રાણીની બહેન ધારણની પુત્રી છે, એમ તે વખતે સર્વના જાણવામાં આવ્યું. રાજપુત્રીને માથે આવેલા કષ્ટથી દલિવાહન રાજાના સંપુલ નામને કંચુકીને પકડીને શતાનીક રાજાએ કેદ કરેલ હતે પ્રભુના - પારણની ખુશાલીમાં બંદીવાનેને રાજાએ છેી દેવાને હુકમ કર્યો. તેથી તે પણ છુટીને તે જગ્યાએ આવે, અને તેને પિતાના રાજાની પુત્રીની દુખદ હકીકત સાંભળીને રૂદન થઈ આવ્યું. રાજાએ કહ્યું કે, “હે કંચુકી! આ કુમારી શેક કરવા ગ્ય નથી, કારણ કે ત્રણ જગતને પૂજનીક એવા પ્રભુને અભિગ્રહપૂર્વક પૂર્ણ કરીને પ્રતિકાશિત કર્યા છે. ખરેખર મહારા નગરજનેમાં એજ ખરેખર ભાગ્યશાળી છે.
પ્રભુ પારણું કરીને શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા. દ્વારિક રે અને રાજાદિક નગરજનેએ પ્રભુને વંદન કર્યું અને પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
લેભના ઉદયથી શતાનીક રાજાએ તે વસુધારાનું ધન લેવાની ઈચ્છા કરી, એટલે ઈદ્ર રાજાને કહ્યું કે “હે રાજન્ ! તમે આ ધન લેવાની ઈચ્છા કરે છે, પણ આ દ્રવ્ય ઉપર તમારો કંઈ હક નથી. આ કન્યા જેને આપે તે લઈ શકે.”
રાજાએ ચંદનાને કહ્યું કે, “હે મહાનુભાવ ! આ દ્રવ્યને તું ગ્રહણ કર અથવા એ કેને આપવું તે તારી ઈચ્છા મુજબ જણાવ.”
ચંદનબાલાએ જણાવ્યું કે, “ મહારે એ દ્રવ્ય લેઈને શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com