________________
૨૫૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. . ( પ્રકરણ ૧૭ શતાનિક રાજા વિગ્રહમાં જય પામવાથી કૃતાર્થ થતા હર્ષપૂર્વક કૌસાંબી નગરીએ પાછા આવ્યા.
ધારણ દેવીના રૂપથી મોહ પામેલા સુભટે તેને પિતાની સ્ત્રી બનાવવાની અને કન્યાને કૌશાંબીમાં વેચી દેવાની ઈચ્છા જણાવી. અજ્ઞાન અને કામાંધ પુરૂષને ધિક્કાર છે.
સતી ધારણુ દેવીએ સુભટના આવા પ્રકારના વિચારો સાંભળી મનમાં વિચાર કર્યો કે, “હું ચંદ્રથી પણ નિર્મળ એવા વંશમાં જન્મેલી છું. વળી મહાન વંશમાં ઉત્પન્ન થએલા દધિવાહન રાજાની પત્નિ છું, અને શ્રી જિનેશ્વરના ધર્મની ઉપાસક છું. તે ધર્મ મને પરિણમે છે. તે આવા પાપાશય વાલા અક્ષરે સાંભળવા છતાં હું પાપનું ભાજન થઈને હજુ કેમ જીવું છું? આવા શબ્દ સાંભળ્યાં છતાં હું જીવિતને ધારણ કરું છું તેથી મને ધિક્કાર છે. અરે સ્વભાવે ચપળ એવા જીવ ! હજુ આ દેહમાં બેસી કેમ રહ્યો છું ? જે તું તારી મેળે નહી નીકળે તે. શીકારી જેમ પક્ષીને માળામાંથી બહાર કાઢે તેમ હું તને બલાત્કારે કાઢીશ.” શિયળ રક્ષણના ઉગ્રાવેશમાં ઉત્પન્ન થએલા વિચારમાં લીન થએલી રાણીનું હૃદય બંધ પડી ગયું, અને તેને આત્મા સદગતિમાં ચાલે ગયે. ધન્ય છે આવી સતી સ્ત્રીઓને કે જેઓ પવિત્ર શિયલ રક્ષણુના માટે પોતાના પ્રાણની પણ દરકાર કરતી નથી. રાણીને મરણ પામેલી જોઈ સુભટને . ખેદ થયે કે, “આવી સતી સ્ત્રીને માટે મેં પાપમય અપવિત્ર - વિચારે કરી, જે શબ્દ હું બેભે તેથી મને ધિક્કાર છે. મેં ઘણું ખરાબ કામ કર્યું. મારી દુષ્ટ વાણી માત્રથી આ સતી સ્ત્રીએ પ્રાણ ત્યાગ કર્યો, તેમ કદી આ કન્યા મૃત્યુ પામશે. માટે મહારે તેને ખેદ ઉપજાવે નહી.” આવા વિચારથી તે રાજકન્યાને મીઠા વચનથી લાવતે કૌશાંબી નગરીમાં લાવ્યું, અને તેને રાજ માર્ગમાં વેચવાને ઉભી કરી.
માટે
માગમાં લાવતે કોના વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com