________________
૨૪૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧ થયે, અને તેને કોપ ચઢ. આવા પ્રકારના વિચારથી આટલે કાળ તેમણે નિર્ગમન કર્યો.
પાપરૂપ પંકથી મલીન, જલ સ્પર્શવાળા દર્પણની જેમ કાંતિની પ્રભા રહિત, પ્રતિજ્ઞા ભષ્ટ, મંદ ઇદ્રિવાળે અને લજજાથી નેત્રોને પણ મીંચતે તે સંગમ ઈંદ્રથી અધિણિત-સુધર્મ સભામાં આવ્યું. તેને જોઈને ઈંદ્ર તેનાથી પરાડ-મૂખ થયા, અને ઉંચે સ્વરે દેવ સભામાં દેવેને ઉદ્દેશીને કહ્યું કે,
હે સર્વ દે! મારું વચન સાંભળે.આ સંગમ મહા પાપી અને કર્મ ચંડાળ છે. જે તેનું મુખ જોવામાં આવે તે પણ પાપ લાગે, તેથી એ જેવા ગ્ય પણ નથી. એણે આપણું સ્વામીને બહુ કદથના કરી મારા માટે અપરાધ ક્રર્યો છે. પણ જે આ સંસારથી ભય પામે નહી, તે મારાથી કેમ ભય પામે ? હું જાણું છું કે અહંત પ્રભુ બી જાની સહાયથી તપ કરતા નથી, તેથી એ પાપીને મેં આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જે એ અધમ દેવ અહિં રહેશે તે આપણને પણ પાપ લાગશે, તેથી એ દુષ્ટને આ દેવલેકમાં રહેવા દે એ ઠીક નથી.”
આ પ્રમાણે કહીને કોંધાવેશ થએલા ઈ, વાવડે પર્વતને પ્રહાર કરે તેમ તેને પિતાના ડાબા પગ વડે પ્રહાર કર્યો એટલે વિવિધ પ્રકારના આયુધને ધારણ કરનાર ઈદ્રના સુભટોએ તેને ધક્કા મારી સભામાંથી બહાર કાઢયે. દેવાંગનાઓ હાથના કર મરી તેના પર આક્રોશ કરવા લાગી, તેમજ સામાનિક દેવતાઓ તેનું હાસ્ય કરવા લાગ્યા.
આ પ્રમાણે પરાભવ અને તિરસ્કાર પામેલ તે દેવ, યાનક નામના વિમાનમાં બેસી બાકી રહેલું એક સાગરેપમનું આયુષ્ય ભોગવવા માટે મેરૂ ગિરિની ચૂલિકા ઉપર ગયે. ખરેખર અપમાન પામેલા અને આબરૂથી ભ્રષ્ટ થએલા જનેએ સ્વદેશમાં રહેવું યુક્ત નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com