________________
२४०
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ખરે આકાશને રૂધી રહ્યા છે, અને જેના મૂળ રસાતળને ભેદી રહ્યા છે, એવા સુમેરૂગિરિસહિત બધી પૃથ્વીને બાળી દેવામાં જેને સ્પષ્ટ વૈભવ છે, એવા સાગરને પણ જેઓ એક ગંડૂષ માત્ર કરી જાય તેવા છે, એટલું જ નહી પણ અનેક પર્વતે વાળી આ પ્રચંડ પૃથ્વીને જેઓ છત્રીની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે; આવા અતુલ સમૃદ્ધિવાળા અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્તિ કરનાર દેવેની આગળ એ મનુષ્ય માત્ર સાધુ કેણ છે? પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ.” આ પ્રમાણે કહી, ભૂમિપર હાથ પછાડ. આ સંગમ દેવ ઇંદ્રના તાબાને હતું. તેને દબાવવા ધારત તે ઇંદ્ર મહારાજ તેમ કરી તેને અટકાવી શકત; પણ તેમ કરવાથી વખતે અહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે, એવું રખેને આ ટુબુદ્ધિના મનમાં ન આવે, તે સારૂં તેને કંઇ પણ ઉત્તર આપે નહીં અને તેની ઉપેક્ષા કરી. તે પછી તે અધમ સંગમ, પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન
કરવા સારૂ, અને અંકે કરેલી પ્રસંશા બેટી સંગમે કરેલા ઠરાવવા સારૂ, વેગ વડે ઉઠેલા પ્રલયકાઉપસર્ગ. ળના અગ્નિ જેવે અને નિવડ મેધ જેવા
પ્રતાપવાળે, રૌદ્ર આકૃતિથી સામુ પણ જોઈ ન શકાય એ, ભયથો અપસરાઓને નસાડતે અને મોટા વિકટ ઉર સ્થળના આઘાતથી ગ્રહ મંડળને પણ એકઠા કરતે, જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યા. નિષ્કારણ જગતના બંધુ, અને નિરાબાધ પણે યથાસ્થિત રહેનારા વીર પ્રભુને જોતાં તેને અધિક દ્વેષ ઉપન્ન થયે, અને તેણે પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાનો પ્રયત્ન
આદર્યો.
- ૧ પ્રભુની ઉપર અકાળે અરિષ્ટને ઉત્પન્ન કરનારી મહા દુઃખ દાયક રજ (ધુળ)ની વૃષ્ટિ કરી. તે રજન પૂરથી ચંદ્રને રાહુની જેમ, સૂર્યને દુદિનની જેમ પ્રભુના સર્વ અંગેને ઢાંકી દીધા. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના દ્વારે એવા પૂય કે, જેથી પ્રભુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com