________________
૨૧૨
શ્રી મહાવીરસ્વામિ ચત્ર. [ પ્રકરણ ૧૭ રહે છે, જેથી ત્યાં પક્ષીઓને પણ સંચાર નથી, માત્ર વાયુનેજ સંચાર છે. માટે એ સરળ માર્ગ છેડી દેઈ, આડે માગે આપ જાવ. પ્રભુએ જ્ઞાનવડે તે સપને પૂર્વ ભવ અને તેનું સ્વરૂપ જાણ્યું. ખરેખર એ સર્પ પ્રતિરોધ કરવા લાયક છે, એમ જાણું પોતાને થનારી પિડાની અવગણના કરી તે સરળ માર્ગે પ્રભુ ચાલ્યા.
પ્રભુએ નિર્જન અરણ્યમાં પ્રવેશ કર્યો ત્યારે તેમાં ચરણ સંચાર નહીં હોવાથી, વાલુકા જેમની તેમ રહેલી હતી. જળાશયમાંથી વહેતી નીકે પાણ વિનાની હતી. જીર્ણ થએલા વૃક્ષ સુકાઈ ગયાં હતા. વૃક્ષાના ખરી પડેલા પત્રોથી જંગલ છવાઈ ગયું હતું, રાફડાઓથી ઘણે ભાગ વ્યાપ્ત થઈ ગયું હતું, અને ઝુંપડીઓ બધી પૃથ્વી ભેગી થઈ ગઈ હતી. એવા અરણ્યમાં આવીને પ્રભુ યક્ષમંડપમાં નાશિકા પર નેત્રને સ્થિર કરીને કાગે રહ્યા.
થવવારે પેલો સર્પ મુખમાંથી કાળરાત્રી જેવી જીહાને બહાર કાઢતે અભિમાનયુકત થઈને ફરવા નિકળે. તેવામાં તેણે વીર પ્રભુને જોયા. તેને ઘણે ક્રોધ ચઢયે, અરે આ નિર્જન આશ્રમમાં આવી રીતે નિડર રીતે ઉભુ રહેનાર કોણ? ખરેખર એણે મારી અવગણના કરી છે, માટે હું તેને ભસ્મ કરી નાખું. આ પ્રમાણે વિચાર કરી, વાળા માળાને વમન કરતી, લતા વૃક્ષને દહન કરતી, તેમજ સ્કાર ફન્કારથી ભયંકર એવી દષ્ટિથી તે પ્રભુને જેવા લાગે. તેથી પ્રજવલિત એવી દષ્ટિવાળાએ આકાશમાંથી ઉલકા જેમ પર્વત પર પડે, તેમ પ્રભુના શરીર પર પ. પણ મહા પ્રભાવિક પ્રભુના ઉપર તેની કાંઈ અસર થઈ નહી. પિતાની તીવ્ર દષ્ટિ વડે પણ જ્યારે પ્રભુને કંઈ થયું નહીં, ત્યારે વિશેષ ક્રોધ કરીને તેણે સૂર્યની સામું જોઈ જોઈને વિશેષ દષ્ટિ વાલા છોડવા માંડી. તથાપી તે જવાળાઓ પણ પ્રભુની ઉપર તે જળધારા જેવી થઈ ગઈ, એટલે તે સર્પ મર્યાદા મુઠી ઉગ્ર કૌધ સહિત પ્રભુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com