________________
૧૮૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ નિરપરાધી પશુ પક્ષિઓના શીકાર કરવાથી શુરાતન પ્રાપ્ત થતું હોય અથવા તે ટકી રહેતું હોય, તે હિંદમાં તેવા શીકારીઓ ઘણું છે, છતાં સેંકડો વર્ષથી હિંદ પરદેશીઓની સત્તા નીચે છે તે હેત નહિ.
લૌકિક રાજ્ય સત્તા તે ભગવંતના જીવે પૂર્વભવમાં ભેળવી હતી.વાસુદેવ અને ચકવર્તી જેવી સર્વોપરિ રાજ્ય સત્તા પણ ભગવેલી હતી, તેથી તેવા પ્રકારના રાજ્ય ઉપર ભગવંતના આત્મ પ્રદેશમાં એક પરમાણું જેટલી પણ ભાવના ન હતી. આ છેલ્લા ભવમાં પ્રભુએ જે સ્વરાજ્ય માટે પ્રયાસ આદરેલ હતું, તે લોકેત્તરભાવ સવરાજ્ય માટે હતે. આ લોકેત્તર સવરાજ્ય લક્ષમી પોતાના આત્મામાં રહેલી છે. અનાદિકાળથી મહરાજાના સુભટે તે દબાવી બેઠા છે. એ દબાવી પડાયેલી આત્મસત્તાના સ્વરૂપનું કંઈ અંશે જ્ઞાન ભગવંતને નયસારના ભવમાં પ્રથમ થયું. પાછો મોહ રાજાએ હુમલે કર્યા તેથી આત્મિક સ્વરાજ્ય લક્ષ્મીને થએલે ભાસ પાછા જતે રહો છેવટના છેડાથી પાછું તેમને લાગ્યું કે, “મને રાજ્ય રિદ્ધિ પ્રાપ્ત થાય છે તે ખરેખર મારી નથી. મારું રાજ્ય મારો પોતાની પાસે મારા આત્મામાં છે.” તેથી છેવટના મનુષ્યના દરેક ભવમાં ઉત્તર અવસ્થામાં દ્રવ્ય રાજ્ય છોડી ભાવરાજ્ય-સમ્યકજ્ઞાન, દર્શન ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રયાસ આદરેલું હતું. પચીસમા ભાવમાં તે તે પ્રયાસની પરાકાષ્ટા હતી.
આ છેવટના ભાવમાં માતાના ગર્ભમાં જ તેમને, તેમણે પૂર્વ ભમાં કેસર સ્વરાજ્ય મેળવવાને જે સાધના કરેલી હતી તેનું સ્મરણ થયું અને તેની પ્રાપ્તિના માટે પુનઃ સાધન કરવાને સંકલ્પ કર્યો. માતાપિતાના પશ્ચાત દીક્ષા અંગીકાર કરવાના સંકલ્પમાં તેજ બીજ હતું, માતાના ગર્ભમાં કેત્તર સ્વરાજ્ય પ્રાપ્તિ માટે થએલા સંકલ્પને અમલ માતાપિતાના સ્વર્ગે સીધાવ્યા પછી તુર્તજ થયે. દીક્ષા ગ્રહણ કરી, અને તે જ દિવસથી લકત્તર સ્વરાજ્ય મેળવવાને સાધના શરૂ કરી.
કઈ પણ કાર્ય કરવાનું હોય તે પ્રથમ તે કાર્ય કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com