________________
૨૭ ભવ. ] વડીલબ્રાતની ઇચ્છાધિનપણું. * ૧૭૧ મહારાથી મટે છે. સંસારનું સ્વરૂપ વિચારે, અને મને પ્રતિબંધ નહિ કરતાં આજ્ઞા આપો.”
નંદીવર્ધને ફરી જણાવ્યું કે, “હે ભાઈ! તમે કહે છે તે સર્વ સત્ય છે. શું કરું? મહારે મોહનીયકર્મને ઉદય વિશેષ છે, તેથી તમારા ઉપરને સનેહ, રાગ કમતી થતું નથી. તમે તે મને પ્રાણથી પણ અધિક વહાલા છે. તમારે વિરહ મને અત્યંત પિડા ઉપજાવશે. તમેને ગૃહસંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થયે છે, તેથી તમે હવે સંસારમાં રહેવાના નથી, અને દિક્ષા ગ્રહણ કરશે એ હું સારી રીતે સમજું છું. તે પણ મહારા આગ્રહથી હજી બે વર્ષ તમે દિક્ષા અંગીકાર કરશે નહિં. ”
| મહેટા ભાઈને મેહવશ અતિ આગ્રહ જોઈ, તેમની દાક્ષિશ્યતા અને તેમના ઉપરની અનુકંપાથી, બે વર્ષ ગૃહસ્થાવાસમાં રહેવાની તેમની ઈચ્છાને પ્રભુએ માન આપ્યું. પણ તે સાથે તેમણે શરત કરી કે, હવેથી હુ ગૃહસ્થાવાસમાં છતાં પણ પ્રાસુક અને એષણય આહાર-અન્ન પાણી લઈશ. સચિત પાણીને બીલકુલ ઉપયોગ કરીશ નહિ. તે વારપછી પ્રભુએ અચિત પાણીથી પણ સ્નાન કર્યું નથી. ફક્ત દીક્ષેત્સવમાં સચિત પાણીથી સ્નાન કર્યું હતું, કેમકે તે કલ્પ-આચાર છે. ત્યારથી જીવિત પર્યત બ્રહાચર્ય વ્રત ભગવતે પાળ્યું છે.
ગૃહસ્થાવાસમાં વસ્ત્રાલંકારથી ભૂષિત છતાં શુભ ધ્યાનમાંજ કાળ નિર્ગમન કરતા, અને ઘણે કાળ કાત્સર્ગમાં રહેતા.
જે રાજકુમારોને તેમના પિતાઓએ બાળકુમાર વદ્ધમાનનો સેવા નિમિત્તે મોકલ્યા હતા, તેઓ પ્રભુનું આ પ્રકારનું ઘર ધાર્મિક અનુષ્ઠાન જોઈને વિચારવા લાગ્યા કે, એ ચક્રવતી નથી પણ સંયમગ્રાહી છે. તેથી હવે આપણે અહિં રહેવાની જરૂર નથી. એમ વિચારી પોત પોતાના દેશમાં ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com