________________
૧૬૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૦ તેમના જીવે પૂર્વે કરેલા પુણ્ય કર્મના સંચયને જ વિપાકેદય સમજવાનો છે.
પ્રાચીન કાળમાં પુત્ર ઘણા ભાગે સાત વર્ષને થાય, ત્યારે તેને નિશાળે ભણવા બેસાડવાને રીવાજ હતો. એના અંગે જે વિધિ કરવામાં આવતે તેને “નિશાળ ગરણું” કહેવામાં આવતું હતું.પ્રાયે બાળકના અંગે વાળ ઉતરાવવાની,નિશાળે બેસાડવાની, કન્યાનું લગ્ન કરવાની જે ક્રિયા કરવામાં આવે છે, તે બાળકના એકીના વર્ષોમાં કરવાનો રીવાજ હોય છે. ત્રણ, પાંચ, સાત, નવ,
અગીઆર, તેર, એ એકીના વર્ષ ગણાય છે. કન્યાના લગ્ન કાળના • વર્ષ ગણવામાં તે જે એકીના વર્ષમાં મુહર્ત ન આવતું હોય, તે
તેના ગર્ભના મહીના ગણત્રીમાં લઈને, એકીના વર્ષને મેળ બેસાડ સંતોષ માની લેવામાં આવે છે.
ભગવંતની ઉમર સાત વર્ષની પુર્ણ થઈ, આઠમાની શરૂવાત થવાની હતી, તેવા સમયમાં ભગવંતને વિદ્યાગુરૂ પાસે નિશાળે ભણવા બેસાડવાની તેમના માતા પિતાની ઈચ્છા થઈ. તીર્થકરે ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સહિત હોય છે, એટલે તેમને કોઈ વિદ્યાગુરૂની પાસે ભણાવવા મુકવાની જરૂર જ નથી. જગતમાં તેમને કઈ ગુરૂજ હોતું નથી. તેઓ સ્વયં બુદ્ધિશાળી હોય છે. ભગવંત મહાવીર પણ ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યારથી મતિ, કૃત, અને અવધિજ્ઞાન સહિત હતા.
આવા ત્રણ જ્ઞાન સહિત પ્રભુને જગતના સામાન્ય છે અને વિદ્વાન કરતાં તે વિશેષ જ્ઞાન હોય છે, વિદ્યાપાઠક અથવા ગુરૂએને અવધિજ્ઞાન જેવું અમૂલ્ય આત્મપ્રત્યક્ષ જ્ઞાન હોતું જ નથી. ભગવંતને તે એ આત્મપ્રત્યક્ષ જ્ઞાન હતું; એટલે લોકમાં રહેલા તમામ રૂપી પદાર્થોના સ્વરૂપને જાણી અને જોઈ શકતા હતા.તેઓને વ્યવહારની તમામ કળાઓ અને વિજ્ઞાનના અંગે નવીન શીખવાપાશું જ ન હતું; છતાં માતાપિતાએ તે પોતાની ફરજ વિચારી તેમને નિશાળે ભણવા મુકવાની “નિશાળ ગરણાની ” ક્રિયા કરી શુભ મુહૂર્ત સ્વજન અને રાજસેવક, મહારાજા વિગેરે આમંત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com