________________
૨૭ ભવ. ] પાંચસે સુભ.
૧૨૧ ચૌદ મહા સ્વપ્નનું ફલ રાણીને જણાવ્યું. તે પણ યથાર્થ નિશ્ચય કરવાના હેતુથી પ્રભાતકાળ પછી પિતાના નગરમાં એ વિષયમાં જે કુશળ વિદ્વાન હતા, તેમને રાજ ડાભા માં આવવા નિમંત્રણ કર્યું.
સઘળા સ્વપ્નપ ઠકે એ રાજમહેલ નજીક ભેગા થઈ વિચાર કર્યો કે, આપણે આપણામાંથી એક મનુષ્ય નીમી રાજા પાસે જવું. તેમ કરવામાં નહી આવે અને આપણે સઘળા જુદા જુદા જવાબ દેઈશું તે તેમાં આપણું મહત્વ રહેશે નહી. કારણ જ્યાં સઘળા માણસે ઉપરી થઈને બેસે, તથા જ્યાં સઘળાઓ પિતાને પંડિત માનનારા હેય તથા જ્યાં સઘળાએ પોતાને મેટાઈ મલવાની ઈચ્છા કરે તે ટોળુ અંતે નાશ પામે છે. આના ઉપર ટીકાકારે એક બેધદાયક દષ્ટાંત આપેલું છે.
કેઈ સ્થળે પાંચસો સુભટે રહેતા હતા, તેઓ નેકરી મેળવવાની ઈચ્છાથી એક રાજ્યમાં ગયા. તેઓ સઘળા શુરવીર દ્ધાએ હતા, પણ તેમનામાં સંપ ન હતે. દરેક પિત પિતાને ડાહ્યા માનનારા હતા એક બીજાનું તેજ સહન કરી શકતા નહીં, તેમ કેઈ કેઈના તરફ માનની દષ્ટિથી જોતા નહી. તેઓ રાજાને મળ્યા અને નેકરી માટે વિનંતિ કરી. રાજાએ તેમને ઉતરવા માટે મુકામ આયે. નેકરીના માટે તેઓ લાયક છે કે નહી, તેની પરીક્ષા કરવા સારૂ તેમના મુકામ ઉપર તેઓને સુવા સારૂ એક શય્યા મેકલી. તેઓ સઘળા અહંકારી હોવાથી આપસ આપસમાં નાના મેટાને વ્યવહાર રાખતા ન હતા સઘળા સમાન હક ધરાવનારા હોવાથી આવેલી શૈયામાં કેણે સુવું તેને નિર્ણય કરી શક્યા નહીં; એ શૈય્યામાં યુવાને સઘળાને સમાન હક છે, અને શૈયા એક છે તેથી મહેમાંહે વિવાદ અને કલેશ કરી અંતે એવા નિર્ણય પર આવ્યા કે તે શિયા ઉપર કેઈએ પણ સુવું નહી. શૈય્યાને વચમાં રાખવી અને તેના તરફ દરેકે પોતાના પગ રાખીને સુવું; અને તે પ્રમાણે કર્યું.
રાજાએ પોતાના માણસો દ્વારા તે વૃત્તાંત જાણ વીચાર કર્યો 16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com