________________
૧૦૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ વિવેકનું સુચન કરાવે છે, આ ગર્ભ પલટવાની ક્રિયા ઉપરાંત ભગવંત ગર્ભમાં આવે છે તે વખતે તેમનું આશન કંપવાથી તેઓ અવધિજ્ઞાનથી જાણે છે કે ભગવંત દેવલેકમાંથી આવી તીર્થકરપણે ઉત્પન્ન થયા. ભગવંત ગર્ભમાં છતાં ઇંદ્ર પિતાના વિમાનમાંથી તેમને ભાવથી વંદન કરવા આસનથી હેઠે ઉતરી ભગવંતના સન્મુખ સાત આઠ ડગલાં જઈ એક આડી ઉતરાસંગ કરી શકસ્તવન કહી ભગવંતની સ્તુતિ કરે છે. એ પણ તેમને તીર્થંકર પ્રત્યેને ભકિતરાગ સુચવે છે. ઈદ્રાદિ દે તીર્થંકરની ભકિતથી પિતાનું કલ્યાણ માને છે. અને દરેક તીર્થકરના પાંચ કલ્યાણક તથા કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેમને ઉપદેશ સાંભલવા વખતે વખત આવવાના બનાવોએ પણ તેમની ભકિત છે. સંસારી અને અરિહંતાદિક પંચ પરમેષ્ટિની ભકિત કરવી એ આત્મ કલ્યાણને એક ઉત્તમ માર્ગ છે. ભકિતને પ્રસંગ પ્રમાદમાં ગુમાવવા જે નથી.
આ ગર્ભ પલટવાની દેવની ક્રિયાની ગુપ્ત હકીકત શી રીતે જાહેરમાં આવી અને આવા બનાવ કેમ બને એવી શંકા છે કેઈને થાય તે તેને ખુલાશે થ જરૂર છે, ભગવંત પિતે દેવાનંદા ના ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત ઉખન થયા હતા. જગતમાં જે રૂપી દ્રવ્ય રહેલા છે, તથા જે બનાવે બનેલા છે, અને બને છે એ જાણવાની શક્તિ અવધી જ્ઞાનમાં છે અવધિજ્ઞાન એ પણ આત્માની લબ્ધિ છે. દેવગતિ આશ્રિત એ જ્ઞાન ભવ પ્રત્યયી છે એટલે જે સમ્યકત્વાન જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય કે તે ગતિ આશ્રીત તૂર્ત જ અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દેવગતિમાંથી ચવીને બીજી ગતિમાં જવાના પ્રસંગે આ જ્ઞાન તેમની સાથે જતું નથી, પણ અવરાઈ જાય છે. મનુષ્ય ગતિ આશ્રિત તીર્થંકરના જીવના સંબંધમાં એક પ્રકારની વિશેષતા છે. તે એ કે તીર્થકરના જીવ દેવ ગતિમાંથી તીર્થંકરપણે મનુષ્યગતિમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જે દેવલોકમાં પોતે દેવતા હોય તે દેવલોકમાં તે વિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com