________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
પ્રકરણ ૮ આ ચાર ગતિમાંથી પેહલી ચંડાગતિ, ૨૮૩૫૮૦ બે લાખ ત્રિયાશીહજાર પાંચસેને એશી યેાજન અને એક એજનના સાઠ ભાગ કરીએ તેના છ ભાગ ઉપર એટલા પ્રમાણવાલા ક્ષેત્રનું એક ડગલું ભરતે ચાલે તેને પેહલી ચંડાગતિ કહે છે.
- બીજી ચપલાગતિ ૪૭૨૬૩૩ ચારલાખ બહોતેર હજાર છસેં ને તેત્રીસ જન અને ત્રીશ કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરે તે બીજી ચપલાગતિ કહે છે.
ત્રીજી જયણાગતિ ૬૬૧૬૮૬ છ લાખ એકસઠ હજાર છસે શ્યાશી જન અને ચેપન કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભક્તો ચાલે તેને જમણુગતિ કહે છે.
ચેથી વેગાગતિ ૮૫૦૭૪૦ આઠ લાખ પચાસ હજાર સાતસે ચાલીસ જન અને અઢાર કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરતે ચાલે તેને વેગાગતિ કહે છે.
આ ચારગતિના પ્રમાણવાલા ડગલાથી ચાલી જે દેવતા દેવ લેકમથી મનુષ્યલેકમાં આવવા સતત્ ચાલવા માંડે તે છ માસ સુધીમાં પણ આવી શકે નહી એટલું અંતર છે.
હરણીગ મેષ દેવ, મનુષ્ય લેકમાં ઉપરની ચારગતિ કરતાં પણ દિવ્ય પ્રચંડ પવનથી ધુમાડે જાય એવી શીધ્ર દેવ યેગ્ય ગતિએ અસંખ્યાતા દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન કરીને, બ્રાહ્મણ કુંડ ગામમાં રૂષભદત્ત બ્રાહ્મણને ઘેર જ્યાં દેવાનંદા બ્રાહ્મણી સુતી છે, તિહાં આવ્યા. પ્રથમ ભગવંતને પ્રણામ કર્યા પછી દેવાનંદા બ્રાહ્મણના સર્વ પરિવારને અવસ્વાપિની નિદ્રા આપીને, અશુભ પુગલે ને દૂર કરીને શુભ પુદ્ગલેને પ્રક્ષેપ કરીને વિનંતી કરીને ભગવંત આજ્ઞા આપ એ પ્રમાણે કહીને, દેવ પ્રભાવે ભગવંતને પીડારહિત હાથમાં કરસંપુટમાં લઈને ક્ષત્રિય કુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાના મહેલમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણું છે ત્યાં લાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com