________________
૨૫ ભવ ] વીશ સ્થાનપદનું સ્વરૂપ.
૧૯ શ્રીશ્રત ભક્તિપદ–શ્રુતજ્ઞાન એ જિનેન્દ્રના વચન છે. તે પ્રાણીઓના પાપરૂપી તાપને હરવાને ચંદન સમાન છે. દ્રવ્યશ્રુત અને ભાવથત એમ બે ભેદ છે. (૧) પુસ્તક-અક્ષર વિગરે, પુસ્તકારૂઢ થએલ આગમ દ્રવ્યથત કહેવાય છે. અને (૨) શ્રી જિનેન્દ્ર કહેલા પદાર્થમાં પિતાની બુદ્ધિ ચલાવી તેને અભ્યાસ કર તથા ઉપગ પૂર્વક યથાર્થ અર્થ કરે તે ભાવ ગ્રુત કહેવાય છે. દ્વાદ્દશાંગી રૂપ શ્રતના ચાર ભેદ છે.
(૧) દ્રવ્યાનુયેગ–નવતત્વ, ષટદ્રવ્ય, નય, નિક્ષેપ, સમભંગી ઈત્યાદિ તત્વજ્ઞાનનું જેમાં વર્ણન હેય છે તે. (૨) ગણીતાનુંયેગ-વિશેષે કરીને જેમાં સંખ્યાનું વર્ણન આવે છે. (૩) ચરણકરણનું ગ–ચારિત્રાચારનું જેમાં વર્ણન આવે છે. (૪) કથાનું ગ–જેમાં ચરિત્રો દ્વારે બંધ થવા માટે સાધકે અને વિરાધકોના ચરિત્રનું વર્ણન હોય છે.
આ ચારે વેગનું પિતાની શકિત ગાવ્યા સિવાય આરાધના કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
૨૦ શ્રી તીર્થપ્રભાવના પદ–જેનાથી તરાય તે તીર્થ. પ્રવચન જેનશાસનની પ્રભાવના, ઉન્નતિ થાય, ધર્મમાં સ્થિર થાય, મિથ્યા– તજી બધી બીજની પ્રાપ્તિ કરે એવી રીતે ધર્મારાધન કરવું, અથવા શાસન સેવા બજાવવી. પ્રવચન પ્રભાવકના આઠ ભેદ કહેલા છે. તેનું સ્વરૂપ સમજી તેમાંથી કેઈપણ એક રીતે તીર્થપ્રભાવના કરી શકાય છે.
આ વિશસ્થાન કપદનું વીસ્તારથી સ્વરૂપ સમજવા જેવું છે. તે વિષયના ગ્રંથથી સમજી લેવાને ખપ કરે. આ પદનું મહત્વ એવા પ્રકારનું છે કે આ વશમાંથી કેઈપણ એકપદ સ્થાનકના સંપૂર્ણ આરાધનથી તીર્થંકર નામ કમ જેવી ઉત્કૃષ્ટ પુન્ય પ્રકૃતિને બંધ પડે છે. આત્મહીત વાંચ્છકે આ સ્થાનકમાંથી કઈ પણ એક અથવા એકથી અધિક પદનું આરાધન કરવું. ભગવંત મહાવીરના જીવે પચીશમા ભાવમાં વીશેપદ સ્થાનકનું આરાધન કરેલું હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com