________________
રાજ્યને આ તીર્થ સાથે હાલ પૂરતો સંબંધ હોવાથી તેની એતિહાસિક હકીકત પણ આ પુસ્તકમાં આપી પુસ્તિકાને ઉપયોગી બનાવવા પ્રયાસ કર્યો છે. વાંચકે આ પુસ્તિકાને સાવંત વાંચી, કુંભારીયાજી તીર્થની યાત્રાને લાભ લેવા પ્રેરાશે તે માટે શ્રમ સાર્થક થયે હું માનીશ.
આ પુસ્તિકાના પરિશિષ્ટરૂપે “વાણીયાની ઉત્પત્તિ' સંબંધી હકીકત આપવામાં આવી છે, જે પણ રસિક ને જાણવા જેવી છે.
આ યુગમાં દ્રવ્યસહાય વગર પ્રકાશન થઈ શકતું નથી. આ પુસ્તિકા પ્રગટ કરવા માટે પ્રાંતીજનિવાસી સ્વ. શેઠ પિચીલાલ ડુંગરશીના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શાહ રતિલાલ કેશવલાલ તેમજ શાહ વાડીલાલ ડુંગરશીએ ઉદાર ભાવે સહાયતા કરી છે, તે માટે હું તેમને જણી છું. શેઠ પોચીલાલ ડુંગરશી ધાર્મિક વૃત્તિવાળા ગૃહસ્થ હતા એટલા માટે તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પુસ્તિકામાં આપવામાં આવ્યું છે.
પ્રાંતે એટલું ઈચ્છું છું કે-જે જે વાંચકે આ પુરિતકા વાંચે તેઓ તીર્થ કુંભારીયાજીની યાત્રાને અવશ્ય લાભ લે ને પાવાના સ્નેહસંબંધીઓને તેવી પ્રેરણા કરે. જે શાંતિ
મથુરદાસ છગનલાલ શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com