________________
કુંભારીયાજી પહોંચી શકે તે માટે સુખાસન, શીગરામ વિગેરે સાધનસામગ્રી આપવા તૈયારી બતાવી પણ તે જૈન સાધુને ખપે નહી એમ કહી ગુરુએ વિહાર ચાલુ કર્યો. કેટલીક મુદતે લાંબે પંથ કાપી આગ્રા શહેરમાં બાદશાહને મલ્યા અને જૈન ધર્મનું રહસ્ય. સમજાવ્યું. આચાર્ય મહારાજની પાટે શ્રી વિજયસેનસૂરિ થયા અને તેમની પાટે શ્રી વિજયદેવ. સૂરિ થયા.
આરાસાણ ઊર્ફ કુંભારીયાજીથી પૂર્વમાં પિસીના ગામ છે, જે હાલમાં મોટા પોસીનાના નામથી ઓળખાય છે. હાલમાં ત્યાં પાંચ દેરાસરો છે અને જેનોની વસ્તી ૧૫ થી ૨૦ ઘરની છે. આ ગામ પહેલાં મોટું હતું અને જૈનોની વસ્તી મોટા પ્રમાણમાં હતી. આ ગામ અત્યારે ઠાકરના તાબામાં છે અને ઈડર રાજની હદમાં આવેલ છે.
આચાર્ય મહારાજ વિજયદેવસૂરિ વિહાર કરતા કરતા પિસીનામાં આવ્યા. જૂના પુસ્તકોના આધારે આરાસાણ તીર્થની શોધ કરવા પ્રયાસ આરંભ્યો અને તપાસ કરી દેરાસર શેલાવ્યા. પિસીનાથી જૈનો સાથે, આરાસાણ આવ્યા. દેરાસરે ઊભેલાં જોઈને અને તેમની કરુણ સ્થિતિ જોઈ આશ્ચર્ય અને ખેદ અનુભવ્યું. જગલમાં પ્રતિમાજી વગરનાં કાળા મેશ જેવા રંગે રંગાએલાં દેરા જોયાં અને
* અકબર બાદશાહ અને હીરવિજયસૂરિ તેમજ મુનિરાજના વિદ્યાવિયજીએ લખેલ “ સૂરીશ્વર ને સમ્રાટ ” નામના પુસ્તકમાં વિરતાર
થી મુલાકાતની અને જૈન તીર્થોના પટા મલ્યાની હકીક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com