________________
નિ • વે • દ• ન
સરકારી નેકરીથી મેં મારા જીવનવ્યવહાર શરૂ કર્યો. ઘણા વર્ષ પર્યત સરકારી નેકરી કર્યા બાદ ગ્રેપ્યુટી લઈ મેં ગાંફ તથા ઉતેલીયા ની સેવા બજાવી. મારા ગુરુ મહારાજશ્રી પરમ પૂજ્ય ગન જેનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિજીના સંસર્ગથી ઉત્પન્ન થયેલ તીર્થ અને સંઘની સેવા કરવાની ભાવના થવાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં સં. ૧૯૯૫માં હું જડા અને મક્ષીજી (માળવા) તીર્થમાં મેં મારી સેવાની શરૂઆત કરી. ત્યારબાદ સં. ૧૭માં હું કુંભારીયાજી ગયે.
કુંભારીયા કેટલું મહત્વનું ને પ્રાચીન તીર્થ છે તે તે આ લઘુ પુસ્તિકા વાંચવાથી આપને જણાશે. કુંભારીયાજી અંધારામાં પડેલું તીર્થ હતું. આ તીર્થની જાહેરાતના અભાવે અંબાજી ને આબૂ આવનારા યાત્રિકે પડખામાં જ રહેલા આ કુંભારીયાજી તીર્થની યાત્રાના લાભથી વંચિત રહેતા. મને આ વસ્તુ હદયમાં શલ્યની માફક ખટકવા લાગો મેં આ દિશામાં પ્રયાસ શરૂ કર્યો, પણ કુંભારીયાજી સંબંધી લેખિત હકીકત મને ન મળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com