________________
કુંભારીયા, કારીગરીવાળા છે અને બારણું પણ કારીગરીથી ભરપૂર છે. ચેકની નીચે રંગમંડપ છે, તેમાં કારીગરી ભરપૂર છે. રંગમંડપ અને દેરીઓની વચ્ચે છ તછે. બે બાજુની છત જે રંગમંડપની બને બાજુએ છે, તે છતમાં જ ધર્મને ઈતિહાસ આરસમાં કોતરેલે છે. પંચકલ્યાણક સાથેનાં તીર્થકર ભગવાનનાં જીવનચરિત્રે, કલ્પસૂત્રમાં આવતા કેટલાક પ્રસંગે, સ્થલિભદ્રના પ્રસંગ વિગેરે કેતરકામ છે. અને દરેકની નીચે લખેલું છે પણ સાહી પૂરેલી નથી તેથી બરાબર જણાતું નથી. આ દેરાસરનું સફાઈનું કામ જીર્ણોદ્ધાર વખતે બરાબર થએલું નથી, એટલે તેમજ દેરાસરની આગળ ઝાડી હેવાથી પ્રકાશ બરાબર આવતે નથી તેથી અંધારું રહેવાથી પૂરેપૂરું જોઈ શકાતું નથી. દેરીઓ એવી છે તે ખાલી છે. ઘણીખરી દેરીઓમાં પરઘર અને પબાસન છે. પબાસન ઉપર ૧૧મા, ૧૨માં અને ૧૩મા સૈકાના લેખ છે. થાંભલાઓની કેરણી તથા બારણાની કરણ બીજા દેરાસરેને મળતી છે. પાછળના ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નંદીશ્વરદ્વીપની રચના છે. મૂર્તિએ નાની નાની પણ બધી ખંડિત છે. તેની બહાર એટલા ઉપર ગોખલામાં સૂર્ય યક્ષની મૂર્તિ છે, તેને બીજા લેકે ગણપતિ કહે છે, તે ભીંતમાં જ બેસાડેલી છે. તેની બને બાજુ બીજી મૂતિએ ભીંતમાં ચડેલી છે તેમાં એક ચામરધારી છે. બીજી બાજુએ બે ખંડની ઓરડી છે. આ દેરાસરમાં, રંગમંડપની આગળ થડા વખતથી લેખંડની જાળી નાખેલી છે, તેથી ઘુમટ વિગેરેમાં જાનવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com