________________
કુંભારીયા ૧. આ તીર્થમાં મુખ્ય અને મોટું જિનાલય શ્રી નેમિનાથ ભગવાનનું છે. તે વિશાળ અને ઊંચું છે. દેરાસરને ફરતી નીચે હાથીની હાર છે તેથી તે ગજસર કહેવાય છે. તે ઉપ૨ નરનારીનાં જેડકાં છે તેથી નરસર કહેવાય છે. તે ઉપરાંત દેવ, દેવી, યક્ષ-ક્ષિણનાં મોટાં પૂતળાં ફરતાં બેસાડેલા છે અને તેની વચમાં કેટલાક કામશાસના જોડકાં છે. દેરાસરના પાછલા ભાગમાં ગોખની અંદર સમળી વિહારને અડધે પટ ચોડેલો છે તેમાં લંકાના રાજા, તેમના ખેળામાં રાજકુંવરી, ભેણું ધરતાં જન ગૃહસ્થ પગલાં, ઘોડે વિગેરે આરસમાં કોરેલાં છે અને નીચે લેખ છે. આ સમળી વિહારને બાકીને અડધો ભાગ જેમાં સમુદ્ર, નર્મદા નદી, ઝાડી, સમળી, પારધી, જૈન સાધુમહારાજ, વહાણ કેરેલાં છે, તે પટ દેરીઓ પાસે જ્યાં દેરીઓનાં પબાસન કાઢી નાખેલાં પડ્યાં છે ત્યાં દીવાલ પાસે મૂકેલે છે. તેને સારા સ્થાન ઉપર ચડાવવાની જરૂર છે.
આ દેરાસરમાં ગભારે, સભામંડપ, ચોકી, ચેકી ઉપર નીચે અંબાજી માતાની દેરી, ગોખલા, વિશાળ રંગમંડપ, ચોવીસ દેરીઓ, રંગમંડપમાંથી બહારની કમાનના પગથિયાં અને પગથિયાં ઉપર ટકોરખાનાને ઝરુખે છે. ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની મેટી અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી પરમપૂજ્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય શ્રી વિજયદેવસૂરિના સમયમાં સં. ૧૯૭૫ માં શ્રી કુશળ સાગર ગણિના હાથે પ્રતિષ્ઠિત એલાં
છે, તે સંબંધીને લેખ ભગવાનના પબાસન ઉપર સ્પષ્ટ વાંચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com