________________
કુંભારીયાજી
હોંશિયાર અને શૂરવીર હોવાથી પાટણને દંડનાયક થશે. તેને વીર નામનો પુત્ર થયો. તેમને વીરમતી નામની પત્ની હતી. આ વીરમતીને એક દિવસ રાત્રે વપ્ન આવ્યું તેમાં તેણે દેવે આપેલાં કમળનાં ફૂલથી શ્રી વિમળનાથ તીર્થકરને પૂજ્યા એમ જાણ્યું. આ વાત તેણે તેના પતિ વીરને કહી. વીરે તેણીને સ્વપ્નનું શુભ ફળ સૂચવ્યું. ભાગ્યયોગે વિરમતીને ગર્ભ રહ્યો અને તેને શ્રી દેવગુરુની ભક્તિ કરવાના દેહદ થયા તે વીરે પૂરા કર્યા. સમય પરિપકવ થયે વીરમતીએ પુત્રને જન્મ આપે. તેનું નામ વિમળશાહ પાડ્યું. વિરે જ્યોતિષીએને બોલાવી જન્માક્ષર કરાવ્યા. જન્મ લગ્ન ઉત્તમ હોવાથી અને તેમાં રાજગ હોવાથી પંડિતએ કહ્યું કેઆ પુત્ર કાં તે મંત્રીમુગટ થશે અથવા રાજા થશે.
વિમળ દિવસે દિવસે મોટો થશે. પાંચ વરસને થતાં ભણવાનો પ્રબંધ કરવામાં આવ્યો. વિમળે સારી રીતે વિદ્યા સંપાદન કરી. વર ધાર્મિક વૃત્તિવાળા હતો. તેમનું હૃદય હંમેશાં વૈરાગ્યભીનું રહેતું. પુત્રને ઉચિત સમજી ગૃહભા૨ ને વિમળની રક્ષાનું કાર્ય વિરમતીને સેંપી તેમણે દીક્ષા લીધી.
વિમળશાહ બહાદુર, હોંશિયાર અને તેજસ્વી હેવાથી દિવસે દિવસે વધારે દીપવા લાગે, તેથી કેટલાક અદેખા માણસે તેની વિરુદ્ધ ખટપટ કરી પ્રપંચ ૨થવા લાગ્યા. વીરમતીથી આ સહન થયું નહી તેથી તે વિમળશાહને લઈ પોતાના પિયર ચાલી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com