________________
૧ મંડળમાં હાજર ન હોય તેવા માણસની રૂપપ્રશંસા, વૈભવપ્રશંસા, વિજયપ્રશં કા, ગુણપ્રશંસા ગુણગ્રાહી બુદ્ધિથી કરવા એગ્ય છે, પણ જે તેથી હાજર રહેલામાં અસંતોષ થાય તેવું હોય કે ઈર્ષા થાય તેમ હોય તે તે કરતા નહીં, કારણ કે ગુણગ્રાહી મનુષ્ય
બહુ અલ્પ હોય છે. ૨ કઈ પણ ઠેકાણે પિતામાં કોઈપણ પ્રકારની કુશળતા
હોય તે તે બતાવવાનું ચૂકતા નહીં. પરંતુ તેમાં પ્રથમ બીજાનો ને પછી પોતાનો વિચાર કરજે કે બીજા કરતાં પિતાની કુશળતા વધે તેમ છે? જે વધે તેમ હોય
તેજ બતાવવાનું કરજે, નહીં તે ઉલટા હલકા પડશે. ૩ સામાન્ય જલસામાં ધાર્મિક કે રાજ્યદ્વારી વાર્તા શરૂ
કરતા નહીં. કારણ કે એવી વાતો ઝનુન ઉપજાવે છે. ૪ વાત કરો તેમાં જુઠાણું આણુતા નહીં. જુઠી વાત ક- રતા નહીં. હમેશાં સત્ય વક્તા ને સ્પષ્ટ વકતા બનજો. ૫ જ્યાં છેતરપિંડી કે છળ કંપચ રમાતું હોય ત્યાં દા
ખલ થશે નહી? કેમકે ત્યાં અતિશયોક્તિ ને અસ
ત્યને ઉપયોગ થતો હોય છે અને અવિશ્વાસી વાર્તાવ૬. રણ બનેલું હોય છે.
૬ કઈ બોલતું હોય તે તેને બેલતાં અટકાવતા નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com