________________
સતાવનાર હું તેજ શયતાન છું, તારા સુખની દરકાર ને કરતાં, તને દુખ સાગરમાં ડુબાવનાર હું તેજ હેવાન છું, મારા નિર્મલ કુલને કલંક લગાડનાર હું તેજ નિર્લજજ છું, કુલીન કાંતાની કામનાને કચડીને વેશ્યાના વિલાસ ભુવનમાં વસનાર હું તેજ નરાધમ છું, માત પિતાને વિરહાગ્નિથી ભસ્મ કરીને પરલેકે પહોંચાડનાર હું તેજ નરપિશાચ છું, પિતાના કુલાચાર અને ધર્માચારને જલાંજલિ આપી દુરાચા૨ના દુષ્ટ પંથે પ્રયાણ કરનાર હું તેજ અજ્ઞાનાંધ છું, મારી ગૃહદેવી! તું કુલીન અને સતી છે, ધર્મને ધારણ કરનાર અને ધિર્યવતી છે, સંકટમાં પણ શીલને સાચવી ઉભય કુળને નિર્મળ રાખનારી છે. તારી એ પવિત્રતાના પ્રતાપેજ હું પાછે સહીસલામત ઘરે આવ્યો છું, એમ મને લાગે છે, તારા નિર્મળ પ્રેમ પ્રભાવની પૂર્ણતાએ જ મને અહીં આ કષી લીધા છે. દેવી! તને રીબાવવામાં મેં કંઈ બાકી સખી નથી, પણ તે મારા બધા અપરાધ ક્ષમા કરજે. ધન્ય છે સતી તારી ટેકને ! ! ”
યવન્નાના આવા ખેદભર્યા શબ્દોથી, જયશ્રી શરમાઈ ગઈ, તેણે ક્ષણભર પિતાનું મુખકમલ નીચે નમાવી દીધું. પિતાના પતિને હવે કંઈ સમજાવવા જેવું તે તેને લાગ્યું જ નહિ, છતાં પિતાને માટે જે તેણે શરમાવે તેવા શબ્દો કહા, તે જયશ્રીને કંઈક વધારે પડતા લાગ્યા, એટલે તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com