________________
મે તેવા શબ્દ, તું તારા કોમળ મુખથી બેલજે, માનીતી મેના ! જા, મારા મનના માલીકને કહે કે– તમારી અધગના જયશ્રી, બાર વરસના તમામ વિરહાનલથી, બળી રહી છે. તેણે નિદ્રાની સાથે શૃંગારે તથા શરીર શુશ્રષાને ત્યાગ કર્યો છે. કહેતાં જીભ ઉપડતી નથી, છતાં કહેવાઈ
ક્ય છે કે મારે માટે તમે હંસને બદલે કાગ નીવડયા અને સુવર્ણ સમજીને સ્વીકાર્યા પણ પીતલ નીવડયા, નાથ! આવા કર્કશ શબ્દો માટે ક્ષમા કરજો. હું આપના પ્રેમની તરસી છું. તે શું તરસીને સતાવવી તે આપને ઉચિત છે? આપદિલાવર મનના અને ગુણ છે, તે મારા જે કંઈ અપરાધ થયા હોય, તે તમારે ક્ષમવા છે. મારા હૈયાના હાર! હવે તે તરત પધારીને આ દીન દાસીને દર્શન ઘો આપની રાહ જોતાં દિલની ધીરજ લુંટાઈ ગઈ છે, અને નયનેના નીરથી વદન સદાકાળ ભીંજેલ રહે છે. આપણા ઉંચા કુળની લાજને તિલાંજલિ આપીને આપ એક નીચ કુળની વેશ્યાના આવાસમાં પડ્યા રહો–તે આપને ઘટે છે? હું એક અજ્ઞ અબળા, એ કરતાં વધારે શું કહેવરાવું? ઉડી જા, મારી મનહર મેન ! મારા માલિકને પ્રણામ પૂર્વક આ સંદેશે સંભળાવી અવ
એ પ્રમાણે મેનાને કહી જયશ્રી, પિતાના ગવાક્ષ પાસે આવીને ક્ષી રહી. તે વખતે એ વિશાલ મકાન, સુંદર વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com