________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
મહારાજે શિવગંજના સંઘને સદુપદેશ આપી દેરાસરજીના જીર્ણોદ્ધારનું કામ ચાલુ કરાવ્યું. આ વખતે સીહીના દેરાસરજી ઉપર ધ્વજદંડ ચડાવવાનું હોવાથી સીહીના સંઘના અગ્રેસરે શિવગંજ આવ્યા, અને સીહી પધારવા વિનતિ કરી. જેથી પંન્યાસજી મહારાજ શિવગંજથી વિહાર કરી સહી આવ્યા, અને દેરાસરજી ઉપર ધામધૂમથી વિધિ-વિધાનપૂર્વક દેવજદંડ ચડાવવામાં આવ્યું. તે નિમિત્તે સંઘ તરફથી અઠ્ઠાઈ મહોત્સવ થયે, અને વિધિપૂર્વક શાંતિસ્નાત્ર ભણાવ્યું.
આ અરસામાં જાવાલના સંઘના અગ્રેસર સીહી આવ્યા તેમણે ચતુર્માસ માટે જાવાલ પધારવા આગ્રહભરી વિનતિ કરી; જેથી તેમની વિનતિ સ્વીકારી પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે સીરેહીથી વિહાર કર્યો. અને હિલી તથા ઉડ ગામ થઈ જાવાલ પધારતાં સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. પંન્યાસજી મહારાજે સંવત ૨૦૦૨ નું ચતુર્માસ જાવાલમાં કર્યું. જાવાલમાં આયંબિલ કરનાર ભાઈબહેને જૈન વંડામાં આયંબિલ કરવા જતા, એ માટે સ્વતંત્ર મકાન તથા ફંડ નહતું, જેથી પંન્યાસજી મહારાજે આયંબિલ ખાતા માટે સદુપદેશ આપતાં શેઠ ગેનમલજી ભભુતમલજીનાં માતુશ્રી ચંપાબહેને રૂપિયા દસહજાર આપ્યા, તથા બીજા શ્રાવક ભાઈઓ અને શ્રાવિકા બહેનના મળી રૂપિયા ૯૦૦૦૦) નેવું હજાર થયા. આવી રીતે એકઠા થયેલા રૂપિયા એક લાખમાંથી એક પાકું મકાન બંધાવવામાં આવ્યું. એ મકાનમાં આયંબિલ ખાતું ખુલ્લું મૂકયું, તથા જૈનશાળા ચાલુ કરવામાં આવી. વળી પંન્યાસજી મહારાજના સદુપદેશથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com