________________
.........
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૪૫) તપસ્વીઓની ભક્તિ સારી રીતે થઈ હતી. માળ પ્રસંગે શેઠ બાબુલાલ તરફથી ઠાઠમાઠથી અઠ્ઠાઈ–મહત્સવ થયે, તથા તેમના તરફથી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. માગશર શુદિ બીજના રોજ પંન્યાસજી મહારાજના શુભહસ્તે તપસ્વીઓને માળ પહેરાવવામાં આવી. માળની બેલી વખતે શેઠ બાબુલાલે ચડાવે કરી પિતાની સુપુત્રી બહેન શારદાને પહેલી માળ પહેરાવવાને લાભ લીધો હતે. આવી રીતે માળની શુભકિયા પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજના સદુપદેશથી થરાવાળાએ બાર ગાઉને સંઘ કાઢયે, જેમાં ચતુર્વિધ સંઘ સાથે પંન્યાસજી મહારાજ પણ પિતાના શિષ્ય–પરિવાર સહિત પધાર્યા હતા. બાર ગાઉની પ્રદક્ષિણા કરી તેઓશ્રી પાછા પાલીતાણુ આવ્યા.
ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને લીંબડી તથા વઢવાણ થઈ લખતર પધાર્યા. પંન્યાસજી મહારાજે લખતરના દરબાર શ્રી વિક્રમસિંહજીને સચોટ સદુપદેશ આપી શિકાર બંધ કરાવ્યું. વળી એજ વખતે દરબારશ્રીએ યાવજીવ દારૂ-માંસ ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાં થોડા દિવસ સ્થિરતા ર્યા બાદ પંન્યાસજી મહારાજ લીલાપુર ગયા. અહીં કરછ-વાગડ ગામ લાકડીયાના રહીશ પરમ વૈરાગી બહેન સંતેકને દીક્ષા લેવાનું નકકી થતાં તે નિમિત્ત લીલાપુરના ઠાકરે પિતાને ખર્ચે ઠાઠમાઠથી વડે ચડાવ્યો. પંન્યાસજી મહારાજે ફાગણ વદિ ૧ ના રોજ બહેન સંતકને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ સાવીજીશ્રી સુમંગલાશ્રીજી રાખ્યું
અને તેમને સાધ્વીજીશ્રી ઇન્દ્રશ્રીજીના શિષ્યા ક્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com