SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) પચાસજી મહારાજ શ્રી કંચનવિજયજી કાળશાની પિળને ઉપાશ્રયે ગયા. આ વખતે રાધનપુરવાળા પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ હાજા પટેલની પિળમાં પગથીયાને ઉપાશ્રયે બિરાજતા હતા. તેમની પાસે મુનિરાજ શ્રી કંચનવિજયજી હંમેશાં સવાર-સાંજ જતા, અને તેઓશ્રી પાસે સૂયગડાંગના અધુરા રહેલા જોગ પૂર્ણ કર્યા. ત્યારબાદ મુનિશ્રી જગતવિજયજી તથા મુનિશ્રી પ્રેમવિજયજી સાથે તેઓશ્રી કાળશાની પોળથી લુણાવાડાના ઉપાશ્રયે પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૮૭ નું ચતુર્માસ અમદાવાદ-લુણસાવાડામાં કર્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીના સદુપદેશથી લુણાવાડામાં તપસ્યા, પૂજા, પ્રભાવના તથા અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. તેઓશ્રીએ આસો માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી, તથા મુનિશ્રી પ્રેમવિજયજીને દશવૈકાલિકના જોગ શરૂ કરાવ્યા. ચતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદલુણસાવાડાથી વિહાર કરી મહેસાણું આવ્યા, અને ત્યાં ગુરુદેવનાં દર્શન–વંદન કરી પરમ આહલાદ પામ્યા. મહેસાણાથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી વિરમગામ પધાર્યા. અહીંથી ગુરુમહારાજે પિતાના શિષ્ય પરિવાર સાથે સાલડી તરફ વિહાર કર્યો, પરંતુ મુનિરાજ શ્રી કંચનવિજયજીને પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ વધારવાની ઈચ્છા હોવાથી તેઓશ્રી ગુરુદેવની આજ્ઞાથી મુનિ શ્રી સૌભાગ્યવિજયજી વિગેરે મુનિવર્યો સાથે વિરમગામ રોકાયા. ત્યાં કેટલેક વખત ગાળી તેઓ મુનિરાજ શ્રી ભાગ્યવિજયજી, ભુવનવિજયજી, પ્રબંધવિજયજી, આણંદવિજયજી અને જગતવિજયજી સાથે વિહાર કરી અમદાવાદ, ખંભાત, વત્રા, જંબુસર, આમેદ, ભરૂચ થઈ રાંદેર આવ્યા. અહીં ગુરુદેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034916
Book TitlePanyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy