________________
(૨૮)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી પશી તરફથી હાથી સહિત ઠાઠમાઠથી વરઘોડે ચડાવવામાં આવ્યો. અને ભાવસાર જેઠાલાલ ભગવાનદાસને પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મહા વદિ ૧૧ ના રોજ ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી જગતવિજયજી રાખવામાં આવ્યું, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય કર્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ફાગણ વદિ ૮ ના રોજ શ્રી સિદ્ધક્ષેત્રમાં વરસીતપ શરૂ કર્યો, ત્યાર બાદ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને ભાવનગર ચૈત્રી ઓળી કરી ત્યાંથી વિહાર કરી અમદાવાદ શાહપુર પધાર્યા. અહીં પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે સરસપુરના સંઘે આવી ચોમાસા માટે આગ્રહભરી વિનતિ કરી, પરંતુ પિતાનું ચતુર્માસ શાહપુરમાં નક્કી થયેલું હોવાથી તેઓશ્રીએ પોતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી કંચનવિજયજીને મુનિ શ્રી જગતવિજયજી સાથે સરસપુર ચોમાસા માટે મોકલ્યા. તેઓશ્રીએ સંવત્ ૧૯૮૫ નું ચતુર્માસ અમદાવાદસરસપુરમાં કર્યું. સરસપુરમાં તેઓશ્રીના સદુપદેશથી પીસ્તાલીશ આગમની તપસ્યા થઈ, જેને લાભ ઘણું ભાઈ–બહેને એક લીધા. પર્યુષણ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ થયો અને શેઠ નગીનદાસ કિલાચંદ તરફથી પસ્તાલીશ આગમને વરઘડે ઘણાજ ઠાઠમાઠથી ચડાવવામાં આવ્યા; જેમાં ગુરુમહારાજ ઉપરાંત અમદાવાદમાં બિરાજતા મુનિરાજે, સાધ્વીજી મહારાજે, તથા સંખ્યાબંધ શ્રાવકશ્રાવિકાઓ સામેલ થયા.
ચતુર્માસ પૂર્ણ થતાં મુનિરાજશ્રી કંચનવિજયજીએ ગુરુદેવની આજ્ઞાથી પિતાના શિષ્ય મુનિ શ્રી જગતવિજયજી સાથે અમદાવાદ-સરસપુરથી વિહાર કર્યો, અને શહેર તથા ગાર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com