________________
ગણિવર્યનું હુંક જીવન ચરિત્ર
(૨૫) વઢવાણ આવ્યા. અહીં ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સુનિ શ્રી આણંદવિજયજીને વડી દીક્ષા આપી, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. વઢવાણથી ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી પાટડી ગયા, ત્યાંથી શંખેશ્વરજી થઈ સમી પધાર્યા. સમીના શ્રીસંઘે ચતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરી પરંતુ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે ચતુર્માસ માટે પાટડીના શ્રીસંઘની વિનતિ સ્વીકારેલી હોવાથી તેઓશ્રીએ પોતાના વિદ્વાન્ શિષ્ય મુનિરાજ શ્રી કંચનવિજયજીને સમીમાં ચતુર્માસ માટે રોકાવા આજ્ઞા કરી, અને તે શિષ્યપરિવાર સાથે વિહાર કરી પાટડી પધાર્યા. ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજી તથા આણંદવિજયજી સાથે સંવત્ ૧૯૮૨ ની સાલનું ચતુર્માસ સમીમાં કર્યું. અહીં મહાજનના ચેપડામાં કેટલેક ગોટાળે ચાલ્યા આવતું હતું, તે તેઓશ્રીએ શ્રાવકને સદુપદેશ આપીને તથા પ્રયાસ કરીને દૂર કરાવ્યા. ભાદરવા શુદિ ૧૪ ના રોજ ગુરૂદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની જયંતી ધામધૂમથી વરઘોડા સાથે ઉજવી. આસો માસની ઓળી એક ધાનના આયંબિલથી વિધિપૂર્વક કરી.
આ સમયે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે પાટડિમાં ચતુર્માસ કર્યું હતું. ચોમાસા બાદ તેઓશ્રીએ પિતાના શિષ્ય-પરિવાર સાથે પાટડીથી વિહાર કર્યો, અને વિરમગામ થઈ શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી સમી પધાર્યા. આ અરસામાં શેઠ નગીનદાસ કરમચંદે કચ્છ-ગીરનારને છરી પાળ સંઘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com