________________
(૨૦)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
શિવપુરીમાં આચાર્યજી મહારાજશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ,
ગુરુભકિતને પ્રભાવ.
સંવત ૧૯૭૮ ના ભાદરવા શુદિ ૧૪ના રોજ શિવપુરીથી ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર તારથી આવ્યા. પરમેપકારી ગુરુદેવનો વિરહ થવાથી પંન્યાસજી મહારાજ શ્રી ભકિતવિજયજી મહારાજ, તથા મુનિરાજ શ્રી કંચનવિજયજી વિગેરે મુનિવર્યોને સખ્ત આઘાત લાગ્યા. વઢવાણના શ્રી સંઘમાં ગમગીની ફેલાઈ ગઈ, અને ચતુર્વિધ શ્રીસંઘે સજળ નેત્રે દેવવંદન કર્યું.
આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યારથી આજ સુધી તેઓશ્રીના નામની એક નવકારવાળી અવિચ્છિન્નપણે મુનિરાજ શ્રી કંચનવિજયજી ગણે છે. મુનિરાજ શ્રી કંચનવિજયજી કહે છે કે, મને ગુરૂદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાધુપણાના વેષે સ્વપ્નમાં કઈ કઈ વાર દર્શન દે છે, અને મને સ્વપ્નમાં તેઓશ્રી જે જે કહે છે તે મુજબ જ બને છે, જેથી તેઓશ્રી ઉચ્ચ ગતિના દેવ થયા છે. એવી મારી દઢ માન્યતા છે.
માસા બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વઢવાણથી વિહાર કરી લીંબડી આવ્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ચન્દ્રિકા વ્યાકરણ પૂર્ણ કર્યું હતું, જેથી હવે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com