________________
( ૧૮ ).
પન્યાસજી મહારાજ શ્રી 'ચનવિજયજી
પર્યુષણમાં મુનિરાજશ્રી કંચનવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું, તેમના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યાં ઠીક ઠીક પ્રમાણમાં થયા. પર્યુષણ પૂર્ણ થયા ખાદ તેઓશ્રી પાછા કપડવંજ આવ્યા, અને ત્યાં ગુરૂ મહારાજ સાથે ચતુર્માસ પૂર્ણ કર્યું..
ચામાસા માદ ગુરૂ મહારાજ વગેરે મુનિરાજે સાથે કપડવંજથી વિહાર કર્યાં અને મહુધા, ખેડા, માતર, અમદાવાદ, વિગેરે શહેરા તથા ગામેામાં વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યાં. સંવત્ ૧૯૭૬નુ ચાતુર્માસ પાલીતાણામાં કર્યું". આ ચામાસામાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ઉત્તરાધ્યયનના ચેાગ વહન કર્યાં, પર્યુષણમાં ૧૬ ઉપવાસની તપસ્યા કરી, અને ગુરુ મહારાજ પાસે જીવ-વિચારાદિ ચાર પ્રકરણ તથા ચાર કમ ગ્રંથના અભ્યાસ કર્યાં, તેમને ધામિક ઉપરાંત સૌંસ્કૃત અભ્યાસ કરવાની પણ તીવ્ર ઈચ્છા થઈ, અને એ હકીકત ગુરૂ મહારાજને જણાવી. ગુરૂદેવ ઘણા જ ખુશી થયા, અને સંમતિ આપી જેથી તેમણે આસે વિદ ૧૩ ના રાજ પડિત ત્રિભુવનદાસ અમરચંદ પાસે સારસ્વત વ્યાકરણુ ભણવાના પ્રારભ કર્યાં. ચામાસા બાદ પાલીતાણાથી ગુરૂ-મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યાં અને ગારીયાધાર, · કુંડલા, ઉના, દીવ થઇ શ્રી અજારા પાર્શ્વનાથ સ્વામીની યાત્રા કરી. ત્યાંથી પ્રભાસપાટણ, વેરાવળ, અને માંગરેાળ થઈ જુનાગઢ આવ્યા. ત્યાં શ્રી ગીરનારજીની યાત્રા કરી પારમંદર આવી થાડા દિવસની સ્થિરતા કરી, અહીં બ્રાહ્મણેાની સંસ્કૃત પાઠશાળા ઉપાશ્રયથી એક માઇલ દૂર છે, ત્યાં વૈશાખ માસના સખ્ત તાપમાં મુનિરાજશ્રી કંચનવિજયજી સંસ્કૃતના અભ્યાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com