________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૧૩) કે સ્ત્રી દીઠી નહિં જેથી આશ્ચર્યમાં ગરકાવ થયેલા બેન રતન ઘેર આવ્યા. તેઓ ઘરના કામકાજમાં ગુંથાયા, પરંતુ ચિત્ત તે પેલી પરોક્ષ સાંભળેલી વાણીની વિચારણામાં જ અટવાયું હતું. “કોઈ માણસ તે હતું નહિ, ત્યારે શું કઈ દેવે મને સંભળાવ્યું હશે? શું મારે મારા પતિને દીક્ષા લેવાની સમ્મતિ આપવી?” આવી રીતે ચિત્તની ગડમથલમાં રોકાયા હતા, તેવામાં શ્રી હરજીવનદાસ સિદ્ધાચળજીની યાત્રા કરી વીરમગામ આવ્યા અને ઘેર આવી સ્વસ્થ ચિત્ત બેઠા ત્યારે તેમના સુશીલ પત્ની બેન રતને પાછળ બનેલી ચમત્કારિક ઘટના વિગતવાર કહી સંભળાવી.
ભાઇશ્રી હરજીવનદાસે દીક્ષા લેવાની પત્ની પાસેથી તથા કુટુંબીઓ પાસેથી મેળવેલી સમ્મતિ.
પિતાના સુશીલ અને સરલ-સ્વભાવી પત્ની બાઈ રતને કહેલી હકીક્ત સાંભળી ભાઈ શ્રી હરજીવનદાસે કહ્યું કે આ પરેક્ષ વાણીથી મને તે જણાય છે કે, શાસનદેવે મને દીક્ષા લેવાને અવસર જણાવ્યા છે અને તમને તેની સમ્મતિ આપવાની પ્રેરણા કરી છે. સંસાર ઉપરથી મારૂં ચિત્ત ઉડી ગયું છે. માટે તમે રાજીખુશીથી રજા આપે તે મારૂં આત્મશ્રેય સાધું.” હરજીવનદાસે આવી રીતે ઘણા પ્રયાસે પિતાના પત્નીને સમજાવી દીક્ષા અંગેની તેમની સમ્મતિ મેળવી. વળી પોતાના માતુશ્રી વિગેરે કુટુંબીઓ પાસેથી પણ સમ્મતિ મેળવી લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com