________________
(૮)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
Aી ખ્યાવરની મીલમાં નેકરી, સખ્ત કામકાજથી લાગુ 13
પડેલે ક્ષયરોગ, દેશી દવાથી રેગ શમન
તેમણે સાંભળ્યું કે, ખ્યાવરની મીલમાં પગાર સારે આપે છે, અને કામદારે પ્રત્યે ઉપરી અધિકારીને વર્તાવ માયાળુ છે. આ પ્રમાણે સાંભળી તેઓ સંવત ૧૯૬૩ ની સાલમાં પિતાની ધર્મપત્ની તથા પુત્રી સાથે ખ્યાવર ગયા, અને ત્યાંની એડવર્ડ મીલમાં જેબર તરીકેની જગ્યા મળી ગઈ. અહીં ભાવનગરવાળા શેઠ ઓઘડભાઇ રામજીના સત્સંગથી ધાર્મિક સંસ્કાર દૃઢ થયા. વળી આચાર્યજી મહારાજ શ્રી વિજયવીર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન પાઠશાળા સ્થાપવામાં આવી, જેમાં તેમણે બે પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. આ અરસામાં મીલના સખ્ત કામકાજને લીધે ભાઈ શ્રી હરજીવનદાસને ક્ષયરોગ લાગુ પડશે. જીર્ણ જવર અને ઉધરસ સાથે શરીરે નબળાઈ વરતાવા લાગી. તેઓ સંવત્ ૧૯૬૫ માં ખ્યાવરથી તુરત અમદાવાદ આવ્યા, અને ક્ષયરોગને નાબુદ કરવામાં કાબેલ ગણાતા એક દેશી વૈદ્યની દવા ચાલુ કરી દીધી. દવા લાગુ પડી, અને છ મહિનામાં ક્ષયરોગ નાબુદ થતાં શરીર સુધરી ગયું.
statest aasessie Gaaaaag છેઅમદાવાદમાં પુત્રરત્નની પ્રાપ્તિ, વીરમગામ તરફ પ્રયાણ છે
- સુપુત્રી બેન હીરાને સ્વર્ગવાસ, વૈરાગ્ય રંગ, aataaaaaaaa
શરીર સશક્ત અને તંદુરસ્ત થતાં મીલમાં જબર તરીકેની નોકરીમાં જોડાયા. અમદાવાદમાં ભાઈ શ્રી હરજીવનદાસને પિતાના ધર્મપત્ની બાઈ રતનની કુક્ષિએ સંવત્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com