________________
૧૪ ટુંક સંખ્યાને લીધે નિરર્થક ગયા. ૧૯૯૨ ની સાલમાં પણ દર વર્ષ પ્રમાણે ચાતુર્માસ માટે વિનંતિપત્ર આચાર્યશ્રી ઉપર લખે અને જવાબમાં યતિશિષ્ય રતીલાલજીનું ચાતુર્માસ ગાંડલ મુકામે નિમવામાં આવ્યું છે એમ આચાર્યશ્રીએ લખી મોકલ્યું. શ્રી સંધમાં જાણ થઈ. ૧૮ વરસ પછી લોકાગચ્છ ઉપાશ્રયે ચાતુર્માસ નિમાયું છતાં શરૂઆતમાં શ્રી સંધને ઉત્સાહ જોઈએ તેવો નહોતો. કારણમાં રતીલાલજીથી અજાણપણું અને તેમની અદિક્ષીત અવસ્થા આઠ દિવસમાં તે તેમની વિદ્વતાની સાને જાણ થઈ. સૌનું આકર્ષણ થવા લાગ્યું. વ્યાખ્યાનની શરૂઆત થઇ અને સેંકડોની સંખ્યામાં સ્ત્રીપુરૂષ આવવા લાગ્યા. શ્રાવણ વદ ૧૦ આવી. પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબની નિર્વાણ તિથિ ઉજવવા રતીલાલજીએ વાત કરી. કોઈ દિવસ ગેડલના જૈન ઇતિહાસમાં બન્યું નથી અને નવિન વસ્તુ આવે એટલે તે પસાર થાય તે પણ કઠીન. પણ શ્રીસંઘે જયંતીના સરઘસ કાઢવા સંબંધી ઠરાવ પસાર કર્યો. ૧૦ ને દિવસે ભવ્ય સમુહમાં ચારે સંધની હાજરીમાં સરઘસ નીકળ્યું. ગોંડલના જૈન ઇતિહાસમાં તે દેખાવ પહેલે જ હતો અને તે જયંતીના કાર્યક્રમમાં જ સાહીત્ય પ્રકાશન
માટે શ્રી કલ્યાણચંદ્રજી જૈન ગ્રંથમાળા સ્થાપન કરવામાં - આવી અને તેના પ્રથમ પુષ્પ તરીકે પંચ પ્રતિક્રમણ અર્થ
અને ભાવાર્થ સહીત યતિશિષ્ય રતીલાલજીએ તૈયાર કરેલ ૧૯૯૩ ના માગશર સુદ પુનમે પ્રકાશીત કર્યું. માસ પસાર થયા. સુભાગ્યે યતિશિષ્ય રતીલાલજીનું બીજું ચાતુર્માસ પણ ગોંડલ શ્રી સંધના આગ્રહથી નિમાયું. પ્રથમ વર્ષની
જેમ જયંતી ઉજવાયું. બીજા પ્રકાશન રૂપે પૂજ્યશ્રી કલ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com